AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 મેચ અને 30 મેદાન! જયસ્વાલે સ્ટેડિયમમાં પગ મૂકતાં જ રચ્યો ‘ઈતિહાસ’, સચિનના નકશેકદમ પર ચાલીને બનાવ્યો ‘અનોખો રેકોર્ડ’

શ્રીલંકા સામે ગાલે ટેસ્ટ મેચમાં મેદાન પર પગ મુકતાની સાથે જ ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે એક એવો અનોખો અને અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે કે, જે ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ઓછા બેટ્સમેનોના નામે દર્જ છે. ખાસ વાત એ છે કે, યશસ્વીએ સચિન તેંડુલકર જેવા મહાન દિગ્ગજોની એલિટ ક્લબમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

| Updated on: Aug 16, 2026 | 4:31 PM
Share
શ્રીલંકા સામે ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકા સામે સંભાળીને રમતા ટીમને ખૂબ જ સારી શરૂઆત અપાવી. ધ્યાન દોરવા જેવું એ છે કે, ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ગાલેમાં શ્રીલંકા સામે મેદાન પર પગ મુકતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

1 / 5
યશસ્વીએ એક એવો રેકોર્ડ બનાવ્યો કે, જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ઓછા બેટ્સમેનોના નામે નોંધાયેલો છે. આ યશસ્વીના કરિયરની 30 મી ટેસ્ટ મેચ હતી અને રસપ્રદ વાત એ છે કે, તેણે પોતાની શરૂઆતની તમામ 30 ટેસ્ટ મેચ 30 અલગ-અલગ મેદાન પર રમી છે. સરળ રીતે જોઈએ તો, આજ સુધી જયસ્વાલને પોતાના ટેસ્ટ કરિયરમાં કોઈ પણ સ્ટેડિયમમાં ફરીથી રમવાની તક મળી નથી.

2 / 5
યશસ્વીની આ સફરની શરૂઆત જુલાઈ 2023 માં વેસ્ટ ઈન્ડિઝના રોસોથી થઈ હતી. ત્યારબાદ કેરેબિયન દ્વીપ, દક્ષિણ આફ્રિકા, ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ મેદાન પરથી પસાર થતાં તેનો આ અનોખો કાફલો હવે શ્રીલંકાના ગાલે સુધી પહોંચી ગયો છે.

3 / 5
અલગ-અલગ વેન્યુ પર કરિયરની શરૂઆત કરવાનો આ અનોખો ટ્રેન્ડ યશસ્વી પહેલા ભારતના બે પૂર્વ ખેલાડીઓ સાથે પણ જોવા મળ્યો હતો. પૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરે પોતાની શરૂઆતની 33 ટેસ્ટ મેચ 33 અલગ-અલગ મેદાન પર રમી હતી. આ સિવાય સચિન તેંડુલકરે પણ પોતાની શરૂઆતની 32 ટેસ્ટ મેચ 32 અલગ-અલગ વેન્યુ પર રમી હતી.

4 / 5
હવે યશસ્વી જયસ્વાલ પણ આ ખાસ યાદીમાં ત્રીજા નંબરે આવી પહોંચ્યો છે. યશસ્વીએ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત ખૂબ જ શાનદાર અંદાજમાં કરી છે. 30 ટેસ્ટ મેચની 55 ઇનિંગ્સમાં તેના નામે 48.43 ની શ્રેષ્ઠ સરેરાશથી 2,567 રન નોંધાયેલા છે. આ દરમિયાન તેણે 7 સદી અને 13 અડધી સદી ફટકારી છે, જેમાં અણનમ 214 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

5 / 5

ઘર બહાર પંતનું રાજ… વિદેશી માટી પર બનાવ્યો નવો ‘વર્લ્ડ રેકોર્ડ’, હવે ઈતિહાસ રચવા પર નજર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">