દારૂ, ડ્રગ્સ મુદ્દે ગેનીબેન ઠાકોરે ભાજપને લીધી આડેહાથ, જનતા રેડ કરવાની આપી ચીમકી- Video
બનાસકાંઠાના દાંતામાં આયોજિત કોંગ્રેસ મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા. ગેનીબેને કહ્યુ કે ભાજપ બોલે અને વર્તે તેમા દિવસ-રાત જેટલો ફર્ક હોય છે, બીજી તરફ તેમણે યુરિયા ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવુ પડતુ હોવાનો પણ આરોપ લગાવ્યો.
બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ મહાસંમેલનમાં ગેનીબેને ઠાકોરે તેમની આગવી છટા સાથે ભાજપ સામે સણસણતા આક્ષેપ કર્યા. ગેનીબેનએ ભાજપની કથની-કરણીમાં જમીન આસમાનનો ફર્ક હોવાનું કહ્યુ. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના રાજમાં ખેડૂતોને યુરિયા માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે અને માદક પદાર્થોની હોમ ડિલિવરી એક ફોનમાં થઈ જાય છે. તેમણે કહ્યુ કે તમારે દારુ, ડ્રગ્સ કે કોઈપણ કેફી પદાર્થો જોઈતા હોય તો ફોન પર તુરંત સ્થળ પર મળી જાય છે. તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા કહ્યુ કે પોલીસ પણ બધુ જ જાણતી હોય છે. પોલીસને મળતા હપ્તા માત્ર ગાંધીનગર નહીં, દિલ્હી સુધી પહોંચે છે.
આ તરફ ગેનીબેને જાહેર મંચ પરથી આગામી સમયમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.જાહેર મંચથી સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે બનાસકાંઠામાં ક્યાં ક્યાં દેશી અને વિદેશી દારૂ મળે છે, કેટલાં બુટલેગરો છે તેનું લિસ્ટ બનાવવામાં આવે અને તે રાજ્યના અને કેન્દ્રના ગૃહમંત્રીને આપવામાં આવે. તેમણે કહ્યું હતું યાદી આપીને કહેવાનું છે કે આ અડ્ડા બંધ કરાવે અને જો તે બંધ નહીં કરાવે તો કોંગ્રેસ જનતા રેડ કરશે.
સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ નોંધાયો ગુનો, જવાબદાર ચારેય તબીબો સામે નોંધાઈ બીજી ફરિયાદ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
