સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં રવિવારની રજા મુદ્દે કારીગરોની મોટાપાયે હડતાળ, પોલીસ કાફલો કરવો પડ્યો તૈનાત-Video
સુરતના હ્રદય સમા એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં મોટી સંખ્યામાં કારીગરો હડતાળ પર ઉતરી ગયા છે. આખા મહિના દરમિયાન એકપણ રજા મળતી ન હોવાથી કારીગરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. કારીગરો દર રવિવારે ફરજિયાત રજા આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
ટેકસ્ટાઈલનું હબ કહેવાતા સુરતનો ટેક્સ્ટાઈલ ઉદ્યોગ તેના એમ્બ્રોઈડરી ઉદ્યોગના આધારે ટકેલો છે. અહીંનો એમ્બ્રોઈડરી ઉદ્યોગ તેનુ ટેક્સ્ટાઈલના હ્દય સમયો છે. આ જ એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરો આજે રવિવારે હડતાળ પર ઉતરી જતા મોટાભાગના કારખાનેદારો દોડતા થઈ ગયા છે. સુરતના અંજની ઈન્ડસ્ટ્રી, અમરોલી અને કતારગામના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં કારીગરો હડતાળ પર ઉતર્યા છે.
પોલીસ કમિશનરે વેદાંત ઈન્ડસ્ટ્રી ખાતે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ક્રાઈમ બ્રાંચ, SOG, PCB ની ટીમોએ પણ કારીગરોને સમજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. દર રવિવારે ફરજિયાત રજા આપવાની માગ સાથે કારીગરો હડતાળ પર ઉતરી ગયા છે. આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. શ્રમિકોએ કામકાજથી અળગા રહીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કારીગરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ જારી રાખશે. જો કે કારીગરોના આ નિર્ણયથી કારખાનાના માલિકોને તેમનો ઉદ્યોગ વેન્ટીલેટર પર આવી જવાની ભીતિ સતાવી રહી છે.
મહત્વનું છે કે હજારો શ્રમિકો પોતાની માગને લઈને વિરોધ માટે ઉમટ્યા છે. કામદારોએ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે હાલ કામદારોએ વિરોધ બંધ કરીને મંગળવારે બેઠક માટે બોલાવીને પોતાની માગની રજૂઆત કરવા માટે સમજાવવામાં આવ્યા છે અને જો મંગળવારે માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.
કામદારોની આ હડતાળથી સુરતના કાપડ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગને ભારે અસર થશે. આ તરફ પોલીસે તમામને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યા છે. સાથે જ કામદારોની માગનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે.
“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
