Breaking News : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, હરિયાણા બોર્ડર સીલ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કર્યું છે. પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના નેતૃત્વમાં ‘કિસાન બચાવો પદયાત્રા’ 29 ઓગસ્ટે જંતર-મંતર પહોંચશે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ખેડૂતોએ ફરી દિલ્હી કૂચનું એલાન કર્યું છે. પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના નેતૃત્વમાં સંયુક્ત કિસાન મોરચાએ ‘કિસાન બચાવો પદયાત્રા’ શરૂ કરી છે. દાતાસિંહવાલાથી શરૂ થનારી આ 228 કિલોમીટર લાંબી પદયાત્રા 29 ઓગસ્ટે દિલ્હીના જંતર-મંતર પહોંચશે.
આ કૂચના એલાન બાદ હરિયાણા પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હરિયાણાના જીંદમાં આવેલા ખનૌરી-દાતાસિંહવાલા બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરવામાં આવી છે. ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતા રોકવા માટે પોલીસે પાંચ લેયરનું બેરિકેડિંગ કર્યું છે. જેમાં ભારે પથ્થરો, કન્ટેનરો અને મજબૂત બેરિકેડ્સનો ઉપયોગ કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પોલીસનું સંપૂર્ણ ધ્યાન હાલ બોર્ડરની સુરક્ષા પર કેન્દ્રિત છે. આ ઘટનાક્રમ પર દેશભરની નજર છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગરમાવાની શક્યતા છે.
રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુન
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

