AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આજે વહેલી સવારે, અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા કેનેડાના પ્રવાસે રવાના થયા છે. અમેરિકા અને કેનેડામાં ભૂપેન્દ્ર પટેલ, આગામી 2027માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે રોડ શો કરશે.

| Updated on: Aug 16, 2026 | 10:08 AM
Share
મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -  2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે.

1 / 6
 મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.

2 / 6
મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય  સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના  ઉદ્યોગ વેપાર જગતનું  પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં  સાથે રહેવાનું છે.

3 / 6
મુખ્યમંત્રીના નેતૃત્વમાં  ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગટન  ડી સી, ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે.

4 / 6
આગામી જાન્યુઆરી 2027 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.

5 / 6
અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીના  વિદેશ પ્રવાસ પ્રસ્થાન સમયે કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદેશ પ્રવાસની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

6 / 6

Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">