AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ માર્કેટમાં ચીનની એક ચાલે આખું ગણિત બદલી નાખ્યું, શું હવે સોનાના ભાવમાં ‘રેકોર્ડબ્રેક તેજી’ આવશે કે ‘મોટો કડાકો’?

ચીને વૈશ્વિક સોનાના બજારમાં એક મોટો દાવ ખેલ્યો છે, જેને જોઈને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું ચીનની આ ખાનગી રમત સોનાના માર્કેટ માટે કોઈ મોટી તક લાવશે કે પછી રોકાણકારો માટે કોઈ મોટું જોખમ ઊભું કરશે? ટૂંકમાં કહીએ તો, ચીનની આ ચાલથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે.

| Updated on: Aug 16, 2026 | 1:14 PM
Share
ચીનથી સોના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનના સોનાના બજારમાં જુલાઈ દરમિયાન સત્તાવાર ક્ષેત્રની ખરીદી મજબૂત રહી. ચીનની સેન્ટ્રલ બેંક 'પીપલ્સ બેંક ઓફ ચાઇના' એ જુલાઈમાં પોતાના સોનાના ભંડારમાં 20 ટનનો વધારો કર્યો છે. આ સાથે સેન્ટ્રલ બેંકનો સત્તાવાર સોનાનો ભંડાર વધીને 2,366 ટન થઈ ગયો છે, જે ચીનના કુલ વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) ના 8 ટકા છે.

1 / 6
પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ જુલાઈમાં પોતાના સોનાના ભંડારમાં 20 ટનનો વધારો કર્યો. આ સાથે ચીનની સેન્ટ્રલ બેંક પાસે સત્તાવાર સોનાનો ભંડાર 2,366 ટન થઈ ગયો છે. આ ચીનના કુલ વિદેશી મુદ્રા ભંડારના 8 ટકા છે. ઓક્ટોબર 2023 પછી જુલાઈમાં સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી માસિક સોનાની ખરીદી છે. આ સાથે ચીનની સેન્ટ્રલ બેંકની સોનાની ખરીદી સતત 21 મહિના સુધી પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો સૌથી લાંબો સમયગાળો છે. સેન્ટ્રલ બેંકે પોતાની સોનાની ખરીદીની ઝડપ પણ વધારી છે. આ સમયગાળા દરમિયાન સોનાની કિંમતો ઘટવાનો લાભ ઉઠાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

2 / 6
ઉપલબ્ધ તાજેતરના આંકડા અનુસાર, જૂનમાં ચીનની શુદ્ધ સોનાની આયાત 152 ટન રહી હતી. આ મે મહિનાની સરખામણીમાં 2 ટન વધુ હતી. માર્ચ 2024 પછી આ ચીનની સૌથી વધુ માસિક સોનાની આયાત રહી. જાન્યુઆરીથી જૂન વચ્ચે ચીને કુલ 764 ટન સોનું આયાત કર્યું હતું. આ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 138 ટકા વધુ હતું. આ દરમિયાન રોકાણ માટે સોનાની ખરીદી મજબૂત રહી હતી.

3 / 6
જુલાઈમાં ચીનના ગોલ્ડ ETF માં 744 મિલિયન ડોલરનું રોકાણ આવ્યું હતું. આનાથી અગાઉના મહિનાઓમાં થયેલા મોટા ઉપાડ (Withdrawals) નો પ્રવાહ બદલાઈ ગયો. રોકાણ વધવાથી ચીનના ગોલ્ડ ETF ની કુલ સંચાલન હેઠળની સંપત્તિ (AUM) 3 ટકા વધીને 37 અબજ ડોલર થઈ ગઈ. સોનાના જથ્થાની દ્રષ્ટિએ આ ETFમાં રહેલું સોનું 5 ટન વધીને 282 ટન થઈ ગયું. જુલાઈમાં જીઓ-પોલિટિકલ અસ્થિરતા, નબળા શેરબજાર અને ચીનની સેન્ટ્રલ બેંકની સતત સોનાની ખરીદીથી રોકાણકારોનો રસ વધ્યો હતો. સોનાની કિંમતો સ્થિર થવાની સાથે સંસ્થાકીય રોકાણકારોની વધતી ભાગીદારીએ પણ જુલાઈમાં માંગને ટેકો આપ્યો હતો.

4 / 6
મે અને જૂનમાં ઉપાડ હોવા છતાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ચીનના ગોલ્ડ ETF માં 6.3 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ગોલ્ડ ETF માં સોનાનો જથ્થો 34 ટન વધ્યો. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીનું આ બીજું સૌથી મજબૂત પ્રદર્શન રહ્યું. આ સમયગાળા દરમિયાન સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી વધી અને વિવિધ પ્રકારની અસ્થિરતાઓ વચ્ચે સોનામાં રોકાણનો હિસ્સો પણ વધ્યો. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ચીનના ગોલ્ડ ETF માં લગભગ 8 ટન સોનું ઉમેરાઈ ચૂક્યું છે. આ મહિને લગભગ દરરોજ રોકાણ આવ્યું છે. આ રોકાણને મુખ્યત્વે સોનાની કિંમતોમાં આવેલી મજબૂત તેજીથી ટેકો મળ્યો છે.

5 / 6
ચીનની આ ચાલને લીધે સોનાના ભાવ પર મોટી અસર પડશે. ચીનની આ ચાલથી વૈશ્વિક બજારમાં સોનાની સપ્લાય ઘટશે અને માંગ વધશે. જોવા જેવું એ છે કે, જ્યારે પીપલ્સ બેંક ઓફ ચાઇના જેવી સેન્ટ્રલ બેંક સતત 21 મહિના સુધી મોટપાયે સોનું ખરીદે છે, ત્યારે સોનાના ભાવમાં મજબૂત તેજી જોવા મળે છે. આ ઉપરાંત, ચીનના ગોલ્ડ ETF માં સતત રોકાણ વધવાથી સામાન્ય અને મોટા સંસ્થાકીય રોકાણકારોનો વિશ્વાસ પણ સોના પર વધે છે, જેથી તેઓ વધુ ખરીદી તરફ વળે છે. સાથે જ વૈશ્વિક અસ્થિરતા અને શેરબજારની નબળાઈ વચ્ચે સોનું સૌથી સુરક્ષિત રોકાણ (Safe-Haven Asset) ગણાતું હોવાથી, સેન્ટ્રલ બેંકો પોતાના ફોરેક્સ રિઝર્વમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવા સોનું ઉમેરી રહી છે, જે સોનાના દરને લાંબાગાળે નીચે જવા દેતું નથી.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

માર્કેટના ‘મોટા સંકેત’! સોના-ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચશે, એક્સપર્ટ્સે તેજીને લઈને કરી ‘મોટી ભવિષ્યવાણી’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">