પેટ્રોલ પંપના માલિક એક દિવસમાં કેટલું પેટ્રોલ વેચી શકે? જાણો
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકોના મનમાં અનેક સવાલો થતા હોય છે. ત્યારે એક સવાલ એ પણ થાય છે કે, પેટ્રોલ પંપના માલિક એક દિવસમાં કેટલું પેટ્રોલ વેચી શકે છે. શું પેટ્રોલ પંપના માલિક માટે કોઈ લિમિટ કે કોટા નક્કી હોય છે. ચાલો આ વિશે વિસ્તારથી જાણીએે.

આજે આખું વિશ્વ એક ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ એક દિવસમાં પેટ્રોલ પંપ માલિક કેટલું પેટ્રોલ વેચી શકે.

ભારતમાં કોઈ પેટ્રોલ પંપના દરરોજનું વેચાણ,તેનું લોકેશન, ટ્રાફિક તેમજ ગ્રાહકોની સંખ્યા પર નિર્ભર કરે છે. મોટા શહેરો અને હાઈવે પર રહેલા પેટ્રોલ પંપ પર દરરોજનું હજારો લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થાય છે. જ્યારે નાના શહેરોમાં ઓછું વેચાણ થાય છે.

સામાન્ય રીતે પેટ્રોલ પંપ માટે કોઈ ફિક્સ પેટ્રોલ વેચવાનો કોટા હોતો નથી.તેલ કંપનીઓ માંગ અને પુરવઠાના આધારે ઈંધણ પૂરું પાડે છે. જોકે, કટોકટી અથવા પુરવઠાની અછતની સ્થિતિમાં વેચાણ પર કામચલાઉ નિયંત્રણો લગાવવામાં આવી શકે છે.

ઈન્ડિયન ઓયલ , ભારત પેટ્રોલિયમ અને હિદુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ પેટ્રોલ પંપના પેટ્રોલના વેચણ સ્ટોરેજ ક્ષમતા જોઈ ફ્યુલની સપ્લાય નક્કી કરે છે.મોટા પંપને વધારે ટેન્કર મોકલે છે.

દરેક પેટ્રોલ પંપમાં એક અંડરગ્રાઉન્ડ ટૈંક હોય છે. જેમાં હજારો લીટર પેટ્રોલ અને ડીઝલ સ્ટોર કરવામાં આવે છે. આ ક્ષમતા પંપના આકાર અને લાઈસન્સ મુજબ અલગ અલગ હોય છે.

ભારત દુનિયાનું સૌથી ફ્યુલ રિટેલ નેટવર્ક વાળા દેશમાં સામેલ છે. દેશભરમાં એક લાખથી વધારે પેટ્રોલ પંપ સંચાલિત થઈ રહ્યા છે. દર વર્ષે તેની સંખ્યા વધી રહી છે. હવે મોટા ભાગના પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ,ઓટોમેટેડ બિલિંગ અને ડિજિટલ સ્ટોક મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેનાથી વેચાણ અને સ્ટોકનો રેકોર્ડ રાખવો સરળ બન્યો છે. (all photo: AI,pti)
Breaking News : પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં કેટલું પેટ્રોલ-ડીઝલ ખરીદી શકો? જાણી લો આ નિયમો અહી ક્લિક કરો
