સૌથી મોટી ગુડ ન્યૂઝ! એક જ એપમાં ‘સબસ્ક્રિપ્શન’ અને ‘ફ્રી વીડિયોઝ’નો સંગમ, યુઝર્સને થશે ‘સીધો ફાયદો’
મનોરંજનની દુનિયામાં એક એવો મોટો ફેરફાર થયો છે કે, જે તમારી મૂવીઝ અને શો જોવાની રીતને કાયમ માટે બદલી નાખશે. હવે તમારે અલગ-અલગ એપ્સ વચ્ચે ભટકવાની કે વધારાના સ્ટોરેજનું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે બે મોટા દિગ્ગજ પ્લેટફોર્મ્સ હવે એક જ છત નીચે આવી ગયા છે.

ઓનલાઇન સ્ટ્રીમિંગ જાયન્ટ એમેઝોન પ્રાઇમ વીડિયો હવે ભારતમાં સૌથી મોટું એક્સક્લુઝિવ ઓરિજિનલ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બનવાની તૈયારીમાં છે. કંપનીએ 'Amazon MX Player' ને Prime Video સાથે ઇન્ટિગ્રેટ (જોડાણ) કરવાની જાહેરાત કરી છે. આ પછી યુઝર્સને ફ્રી અને પેઇડ વિડિયો સ્ટ્રીમિંગનો અનુભવ એક જ પ્લેટફોર્મ પર મળશે.

આ પગલાથી Prime Video નો પ્રીમિયમ સબસ્ક્રાઇબર બેઝ અને Amazon MX Player નો મોટાપાયે એડ-સપોર્ટેડ (જાહેરાત આધારિત) ઓડિયન્સ વર્ગ એકસાથે જોડાઈ જશે. નવું પ્લેટફોર્મ સબસ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ (SVOD), એડવર્ટાઇઝિંગ વીડિયો ઓન ડિમાન્ડ (AVOD), ટ્રાન્ઝેક્શનલ વીડિયો ઓન ડિમાન્ડ (TVOD) અને એડ-ઓન સબસ્ક્રિપ્શન જેવી તમામ સર્વિસ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવશે.

Android પર Amazon MX Player એપ ફ્રી સ્ટ્રીમિંગ યુઝર્સ માટે નવા બ્રાન્ડ નામ સાથે કામ કરવાનું ચાલુ રાખશે અને તેમાં Prime Video નો અનુભવ પણ ઉમેરવામાં આવશે. બીજીબાજુ iOS, વેબ અને કનેક્ટેડ ટીવી પ્લેટફોર્મ પર MX Player યુઝર્સ સીધા Prime Video પર રીડાયરેક્ટ થશે, જ્યાં બંને સર્વિસનું કન્ટેન્ટ ઉપલબ્ધ રહેશે. આ ઇન્ટિગ્રેશન એમેઝોન દ્વારા વર્ષ 2024માં MX Player ની કેટલીક અસ્કયામતો (એસેટ્સ) ખરીદ્યા બાદ સામે આવ્યું છે. પાછળથી તેને Amazon miniTV સાથે હાથ મિલાવીને Amazon MX Player બનાવવામાં આવ્યું હતું.

કંપનીના જણાવ્યા અનુસાર, નવા પ્લેટફોર્મ પર યુઝર્સને એક્સક્લુઝિવ ઓરિજિનલ શો, ઇન્ટરનેશનલ કન્ટેન્ટ, રિયાલિટી શો, માઇક્રો ડ્રામા અને ડબ્ડ પ્રોગ્રામિંગની મોટી લાઇબ્રેરી મળશે. પ્રાઇમ મેમ્બર્સ જાહેરાતો સાથે કન્ટેન્ટ જોઈ શકશે અથવા એડ-ફ્રી (જાહેરાત વગરનો) વિકલ્પ પસંદ કરી શકશે. બીજી તરફ, ફ્રી સ્ટ્રીમિંગ પસંદ કરતા યુઝર્સને AVOD કેટલોગ મળતું રહેશે અને જરૂર પડ્યે તેઓ સરળતાથી પ્રાઇમ મેમ્બરમાં અપગ્રેડ કરી શકશે.

Prime Video ના એશિયા-પેસિફિક અને ANZ ક્ષેત્રના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ ગાંધીએ જણાવ્યું હતું કે, કંપની હંમેશા એવા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતી રહી છે કે, જે પ્રેક્ષકોની વિવિધતાને દર્શાવે. તેમણે ઉમેર્યું કે, Amazon MX Player ની મજબૂત ઓરિજિનલ લાઇબ્રેરી અને લાર્જ ઓડિયન્સ આધારને Prime Video સાથે જોડવાથી આ પ્લેટફોર્મ દેશમાં ક્વોલિટી એન્ટરટેઈનમેન્ટનું 'વન-સ્ટોપ ડેસ્ટિનેશન' બની જશે. કંપની આ ઇન્ટિગ્રેશન દ્વારા પોતાના જાહેરાત વ્યવસાય (Advertising Business) ને પણ મજબૂત કરવા માંગે છે. Amazon Ads India ના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ગિરીશ પ્રભુએ જણાવ્યું હતું કે, આ પગલું જાહેરાતકર્તાઓ માટે 'ગેમચેન્જર' સાબિત થશે. આનાથી બ્રાન્ડ્સને ફ્રી અને પેઇડ બંને પ્રકારના પ્રેક્ષકો સુધી પહોંચવાની તક મળશે.
Breaking News : મૃત્યુની અફવા પર શક્તિ કપૂર ગુસ્સે થયા, વીડિયો શેર કર્યો અને કહ્યું આ સારી વાત નથી
