AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મૃત્યુની અફવા પર શક્તિ કપૂર ગુસ્સે થયા, વીડિયો શેર કર્યો અને કહ્યું આ સારી વાત નથી

શક્તિ કપુરે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તેના મૃત્યુની અફવાઓ પર રિએક્શન આપ્યું છે. તેમણે પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે. જાણો શું કહ્યું

Breaking News : મૃત્યુની અફવા પર શક્તિ કપૂર ગુસ્સે થયા, વીડિયો શેર કર્યો અને કહ્યું આ સારી વાત નથી
| Updated on: May 08, 2026 | 9:57 AM
Share

સોશિયલ મીડિયાના જમાનામાં બુલેટ ટ્રેનની મારફત ન્યુઝ ચાલતા હોય છે. તો કેટલીક વખત સેલિબ્રિટીસને લઈ ખોટા સમાચાર તેમજ ડરામણી અફવાઓ પણ ઉડવા લાગે છે. જેનાથી તેમના ચાહકો પરેશાન થઈ જાય છે. આ મામલે બોલિવુડના દિગ્ગજ કલાકાર શક્તિ કપુર પણ હાલમાં આવા જ એક ડેથ હોક્સનો શિકાર બન્યો છે. સોશિયલ મીડિયા પર તેના મૃત્યુના સમાચાર તેમજ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા હતા. જેનાથી ચાહકો વચ્ચે ધમાલ મચી હતી. ત્યારબાદ ખુદ શક્તિ કપુરે સામે આવવું પડ્યું હતુ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે એકદમ સ્વસ્થ છે.

શક્તિ કપુરે આપી હેલ્થ અપડેટ

પોતાના મૃત્યુના ચોંકાવનાર અફવાઓ પર રિએક્શન આપતા શક્તિ કપુરે એક વીડિયો શેર કર્યો છે. હાલમાં વીડિયોમાં તેમણે તમામ રિપોર્ટ તેમજ દાવાને ખોટા સાબિત કર્યા છે. જેમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અભિનેતાએ સ્પષ્ટતા કરી કે, આ એકદમ ખોટી અફવા છે. જેનાથી હજારો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

શક્તિ કપૂરે એક વીડિયો શેર કર્યો

અભિનેતા શક્તિ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે કહ્યું, “બધાને નમસ્તે, મારા મૃત્યુના સમાચાર ખોટા છે. હું સ્વસ્થ અને ખુશ છું. તેથી કૃપા કરીને મારા મૃત્યુ વિશેની અફવાઓને અવગણો. હું તેની જાણ કરવા જઈ રહ્યો છું. પરંતુ તે સારું નથી. તે બિલકુલ સાચું નથી.” શક્તિ કપૂરના આ વીડિયો પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેડિયનના સ્વસ્થ થવાના સમાચારથી ચાહકો રાહત અનુભવી રહ્યા છે, પરંતુ તેઓ તેમના મૃત્યુ વિશે ખોટી અફવાઓ ફેલાવનારાઓ પર પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

750 થી વધુ ફિલ્મો

શક્તિ કપૂરે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનેતાએ પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે 750 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની છેલ્લી ફિલ્મ, એનિમલ, 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી, તેઓ 2025માં રિલીઝ થયેલી મેરે હસબન્ડ કી બીવીમાં પણ દેખાયા હતા. હાલમાં, તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.

બિગ બોસનો ભાગ રહી ચૂક્યા છે શક્તિ કપૂર, ક્રાઈમ માસ્ટર ગોગોનું પાત્ર આજે પણ છે સૌનું ફેવરિટ, 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કર્યા હતા લગ્ન અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">