વિલ જેક્સે ધ હન્ડ્રેડ લીગના ઇતિહાસનો સૌથી અદ્ભુત કેચ પકડ્યો, જુઓ Video
Will Jacks Catch : ધ હન્ડ્રેડની 23મી મેચમાં મુંબઈ લંડનના ઓલરાઉન્ડર વિલ જેક્સે બાઉન્ડ્રી લાઈન પર એક જાદુઈ કેચ પકડ્યો છે. જો તમે આખી મેચ જોઈ નથી. તો આ એક કેચ જોઈ લો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધ હંડ્રેડની 23મી મેચમાં લંડન ડર્બી તેની ટોચ પર પહોંચી. MI લંડને લંડન સ્પિરિટને 4 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું. આ હારની સાથે લંડન સ્પિરિટ આ સીઝનના નોકઆઉટની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા લંડન સ્પિરિટની ટીમે 100 બોલમાં 5 વિકેટ પર 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એમઆઈ લંડને 6 વિકેટ ગુમાવી 164 રન બનાવી મેચ પોતાને નામ કરી હતી. મેચમાં મુંબઈ લંડનની જીત સિવાય સૌથી વધારે ચર્ચા વિલ જેક્સે બાઉન્ડ્રી લાઈન પર લીધેલા કેચની થઈ રહી છે. જેને ટૂર્નામેન્ટનો બેસ્ટ કેચ માનવામાં આવી રહ્યો છે.
વિલ જેક્સનો જાદુઈ બાઉન્ડ્રી કેચ
આ મેચમાં સૌથી રોમાંચક અને અવિશ્વસનીય પળ પહેલી ઈનિગ્સ દરમિયાન જોવા મળી હતી. જ્યારે લંડન સ્પિરિટના બેટ્સમેન લુઆન ડ્રે ફ્રિટોરિયસ અડધી સદી ફટકારી ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ વિલ જેક્સની ફુર્તીના કારણે તેમની ઈનિગ્સનો અંત આવ્યો હતો. ઈનિગ્સની 49મા બોલર પ્રિટોરિયસે બાઉન્ડ્રી તરફ એક જોરદાર શોટ રમ્યો હતો. ત્યારે લોન્ગ ઓફ વિલ જૈક્સે કેચ પકડ્યો હતો પરંતુ તેનું સંતુલન બાઉન્ડ્રી રોપની બહાર બગડવા લાગ્યું હતુ.ત્યારે જૈક્સે તરત હવામાં ઉછળી આ કેચ પકડ્યો હતો.
View this post on Instagram
પરંતુ બોલ થોડો આગળ પડ્યો હતો. બાઉન્ડ્રી લાઈનની અંદર આવતા જૈક્સે ફુલ-લેંથ ડ્રાઈવ લગાવી જમીનથી થોડા ઉપર એક હાથે કેચ પકડ્યો હતો. આ અવિશ્વસનીય ફીલ્ડિંગને જોઈ મેદાનમાં રહેલા ચાહકો અને કોમેન્ટેટર્સ પણ દંગ રહી ગયા હતા. આ કેચનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈની જીતનો હીરો રહ્યો સિંકદર રઝા
આ મેચમાં પહેલા બેટિંગ કરતા લંડન સ્પિરિટે પ્રિટોરિયસના 52 રન,ડેવિડ વિલીના 31 રન અને કોલ્સના અણનમ 30 રનની મદદથી 5 વિકેટ પર 160 રન બનાવ્યા હતા. 161 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ લંડનની ટીમને નિકોલસ પુરને સૌથી વધારે 39 રન,સેમ કરને 33 રન અને સિંકદર રઝાએ 32 રનની તાબડતોડ ઈનિગ્સની મદદથી 4 વિકેટ રહેતા જીત મેળવી હતી.
રાશિદ ખાનના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાએ બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે 20 બોલમાં માત્ર 15 રન આપ્યા હતા. જેના કારણે લંડન સ્પિરિટની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી અને ફરી રન ચેજમાં તેના દ્વારા ફટકારેલા 4 સિક્સ મહત્વના સાબિત થયા હતા.
