રોકાણકારો હવે તૈયાર થઈ જજો ! ‘વર્ષ 2026’ સોના માટે ઐતિહાસિક સાબિત થશે, ચાંદી અને પ્લેટિનમ પણ માર્કેટમાં ધૂમ મચાવશે
વર્ષ 2026 માં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ટૂંકમાં સોના માટે 'વર્ષ 2026' ઐતિહાસિક સાબિત થઈ શકે છે. બીજું કે, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ખાસ હલચલ જોવા મળશે.

'Deutsche Bank' રિસર્ચના ગોલ્ડ આઉટલુકમાં આગાહી કરવામાં આવી છે કે, સોનું વર્ષ 2026 માં રોકેટ બની શકે છે. સ્થાનિક બજારમાં, તેની કિંમતો પ્રતિ ઔંસ $4950 એટલે કે લગભગ (30 ગ્રામ દીઠ રૂ. 4 લાખ) ની સપાટીને પાર કરી શકે છે. આમ સોનાના ભાવ વર્તમાન રૂ. 3,950/oz ઔંસના લેવલથી 25% વધી શકે છે. આ સાથે જ ચાંદીને લઈને આગાહી કરવામાં આવી છે કે, ટૂંક સમયમાં આ ધાતુની કિંમત પ્રતિ કિલોગ્રામ 1.90 લાખ રૂપિયાને વટાવી શકે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2026 માં સોનાના ભાવ વધવાની શક્યતા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સરેરાશ $4,450 પ્રતિ ઔંસથી $4,950 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. પરિણામે, સ્થાનિક બજારમાં આવતા વર્ષે સોનાનો ભાવ પ્રતિ ઔંસ રૂ. 3.80 લાખ થી રૂ. 4.10 લાખની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, વિશ્વભરની કેન્દ્રીય બેંકો છેલ્લા 2 વર્ષથી આક્રમક રીતે 'Gold' ખરીદી રહી છે. રિઝર્વ મેનેજરોના તાજેતરના સર્વે મુજબ, બેંકો વર્ષ 2026 માં સોના તરફ વધુ આકર્ષાશે. Q3 માં સત્તાવાર માંગ રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગઈ છે. આ ઝડપી ગતિ વર્ષ 2026 દરમિયાન તેજીને વેગ આપશે, તેવી શક્યતા છે.

4 વર્ષના લાંબા વેચાણ બાદ 2025 માં ETF માંગમાં તીવ્ર ઉલટફેર જોવા મળ્યો છે. અહેવાલ સૂચવે છે કે, $3,900 પ્રતિ ઔંસનું લેવલ સોના માટે મજબૂત ટેકા તરીકે કામ કરશે. આનો અર્થ એ છે કે, બજારમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

વર્ષ 2026 માં માઈનિંગ પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા ઓછી છે. ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં રિકવરી ધીમી છે અને રિસાયકલ ગોલ્ડ સપ્લાય પણ સરેરાશથી ઓછી છે. આનાથી ગ્લોબલ સપ્લાય ડિમાન્ડ ગેપમાં વધુ ઘટાડો થશે, જે કિંમતોમાં વધારો કરવા માટે એક મુખ્ય કારણ બનશે.

હાલ સોનાના ભાવ ટોચ પર છે, જેની સીધી અસર જ્વેલરીની માંગ પર પડી રહી છે. જો કે, રોકાણની માંગ સતત મજબૂત રહી છે. ETF, સોનાના બાર અને કોઈન (સિક્કા) ની માંગ એટલી મજબૂત રહી છે કે, હવે કુલ માંગમાં હવે ડિમાન્ડનો હિસ્સો સૌથી વધુ થઈ ગયો છે. આમ જોઈએ તો, આ વર્ષ 2026 ની તેજીને સ્થિર આધાર આપે છે.

અહેવાલ મુજબ, વર્ષ 2026 માં ચાંદીના ભાવ પ્રતિ ઔંસ $55 સુધી પહોંચી શકે છે અને ભારતમાં, તે પ્રતિ કિલોગ્રામ રૂ.1,90,000 ની આસપાસ હશે. આવી જ રીતે, પ્લેટિનમમાં 13%ના સતત સપ્લાય ઘટાડાને કારણે કિંમતોને આધાર મળશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
