Breaking News : IPL માં અનસોલ્ડ રહેલ ખેલાડીએ રચ્યો ઇતિહાસ! સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો, એક જ ઓવરમાં બનાવ્યા 32 રન
IPL ને દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ કહેવામાં આવે છે. દુનિયાભરના ક્રિકેટરો આ લીગમાં રમવા માંગે છે પરંતુ બહુ ઓછા લોકોને રમવાની તક મળે છે. એવામાં IPL માં અનસોલ્ડ રહેલ ખેલાડીએ T-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

IPL ને દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ કહેવામાં આવે છે. દુનિયાભરના ક્રિકેટરો આ લીગમાં રમવા માંગે છે પરંતુ બહુ ઓછા લોકોને આ તક મળે છે. એવામાં હવે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે બિગ બેશ લીગ એટલે કે BBL માં શાનદાર સદી ફટકારી છે. આ સદી ખૂબ જ ખાસ છે, કારણ કે હવે સ્ટીવ સ્મિથ BBL ના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
વોર્નરે પણ ફટકારી સદી
શુક્રવારે બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ અને સિડની થંડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા સિડની થંડર્સે 20 ઓવરમાં 189 રન બનાવ્યા હતા, જેમાં ડેવિડ વોર્નરની સદીનો પણ સમાવેશ થાય છે. વોર્નરે 65 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ પછી, સિડની સિક્સર્સની ટીમ તરફથી સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ ક્રીઝ પર આવ્યા. રનચેઝ દરમિયાન બાબર આઝમ ધીમી બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે સ્ટીવ સ્મિથે વિસ્ફોટક બેટિંગ કરી હતી. આ ઇનિંગ દરમિયાન, સ્ટીવ સ્મિથે 12મી ઓવરમાં 32 રન પણ બનાવ્યા, જે બિગ બેશ લીગના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર સાબિત થઈ.
That was extraordinary
Here are the highlights of Steve Smith’s insane 100 off 41 balls at the SCG! pic.twitter.com/6fiWbJnTEJ
— KFC Big Bash League (@BBL) January 16, 2026
સૌથી વધુ સદીનો રેકોર્ડ
સ્ટીવ સ્મિથે માત્ર 41 બોલમાં પોતાની સદી પૂરી કરી. જો કે, તે એક રેકોર્ડથી ચૂકી ગયો. BBL માં સૌથી ઝડપી સદીનો અગાઉનો રેકોર્ડ 39 બોલનો હતો. સ્ટીવ તેને તોડી શક્યો હોત પરંતુ તે નિષ્ફળ ગયો. BBL માં સ્મિથની આ ચોથી સદી છે. હવે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ ધરાવે છે. ડેવિડ વોર્નર અને બેન મેકડર્મોટ બંનેએ BBLમાં ત્રણ-ત્રણ સદી ફટકારી છે.
IPL માં ‘અનસોલ્ડ’
સ્ટીવ સ્મિથે આઉટ થયા પહેલા 42 બોલમાં 100 રન પૂરા કર્યા. તેની ઇનિંગમાં 05 ચોગ્ગા અને 09 જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થાય છે. સ્મિથ IPL માં પણ રમી ચૂક્યો છે પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં કોઈ પણ ટીમે તેને સાઇન કરવામાં રસ દાખવ્યો નથી. સ્મિથે ગયા વર્ષે IPL હરાજીમાં પણ તેનું નામ નોંધાવ્યું હતું પરંતુ કોઈ પણ ટીમે તેને ખરીદ્યો ન હતો.
