Travel Tips : ચોમાસામાં ગુજરાતમાં પત્ની સાથે ફરવા માટે બેસ્ટ સ્થળો, જુઓ ફોટો
ગુજરાતમાં અનેક એવા સ્થળો આવેલા છે. જે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે.ગુજરાતમાં કેટલાક તો એવા સ્થળો આવેલા છે.જ્યાં રિમઝિમ વરસાદ ચાલું હોય છે અહીનું વાતાવરણ ખુબ જ સુંદર હોય છે. તો ચોમાસામાં મિત્રો સાથે ફરવાનો બનાવી લો પ્લાન.

જ્યારે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ઝરમર વરસાદ પડે છે,ત્યારે કેટલીક જગ્યાઓનું સૌંદર્ય એટલું મનમોહક બની જાય છે કે દેશના લગભગ દરેક ખૂણેથી પ્રવાસીઓ મજા માણવા માટે આવતા રહે છે.તો આજે આપણે ચોમાસામાં ગુજરાતમાં ફરવા લાયક બેસ્ટ સ્થળો વિશે વાત કરીશું.

ચોમાસા દરમિયાન ગુજરાતમાં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળોમાં સાપુતારા, દાંડી બીચ,ગીરા ધોધ, પારનેરા, વલસાડ, તારંગા જૈન મંદિર, પોલો ફોરેસ્ટ અને વિલ્સન હિલ્સનો સમાવેશ થાય છે.

ચોમાસામાં જો કોઈ ફરવાનો પ્લાન બનાવે તો સૌથી પહેલા નામ સાપુતારાનું આવે છે.કેટલાક લોકો તો વીકએન્ડમાં સાપુતારા પહોંચી જાય છે.ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા પ્રકુતિની ગોદમાં વસેલું છે. અહીના હિલ સ્ટેશન ખુબ સુંદર છે. ઉંચા પહાડો,લીલાછમ મેદાન તેમજ રીમઝીમ વરસાદમાં તમારી ટુર યાદગાર બનાવી દે છે.

ચોમાસાની વાત આવે તો ગરવો ગિરનાર કેમ ભૂલાય,ગિરનાર ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસીઓ માટે પ્રસિદ્ધ સ્થળ માનવામાં આવે છે.આ સ્થળનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે,રનાર ટેકરીઓના સૌથી ઊંચા શિખર પરથી આસપાસના વિસ્તારનો અદ્ભુત નજારો જોઈ શકાય છે.ચોમાસા દરમિયાન આ ટેકરીઓની સુંદરતા સ્વર્ગ બની જાય છે. જ્યારે વરસાદ દરમિયાન પર્વતો પરથી પાણી પડે છે, ત્યારે આ નજારો અદ્ભુત લાગે છે.

વિલ્સન હિલ્સ સુંદરતાની સાથે ગુજરાતનું બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે.કેટલાક લોકો ગ્રુપમાં વિલ્સન હિલ્સ માટે ચોમાસામાં ટ્રેકિંગનો પ્લાન બનાવે છે. ચોમાસામાં અહી ચારે બાજુ તમને હરિયાળી જોવા મળે છે.વિલ્સન હિલ્સ આમ તો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. વિલ્સન હિલ્સ ધરમપુર નજીક આવેલ છે.

પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 160 કીમી દુર આવેલું આ એક સુંદર સ્થળ છે.અહીં તમે ચોમાસા દરમિયાન લીલાછમ વૃક્ષો અને ધોધનો આનંદ માણી શકો છો.

ગુજરાતમાં બીજી અનેક અદ્દભૂત સ્થળો આવેલાછે. જ્યાં તમે ચોમાસામાં ફરવા માટે પ્લાન બનાવી શકો છો.તમે પોલોફોરેસ્ટ, નળસરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોરબંદર, સરદાર સરોવર ડેમ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































