AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Cement for Home : ઘર માટે કયો સિમેન્ટ બેસ્ટ ? OPC અને PPC સિમેન્ટમાં શું તફાવત.. જાણી લો

ઘર માટે સિમેન્ટની પસંદગી મહત્વપૂર્ણ છે.યોગ્ય સિમેન્ટ પસંદ કરીને તમારું ઘર લાંબા સમય સુધી મજબૂત અને સલામત રહેશે. જરૂરિયાત મુજબ બંનેનો ઉપયોગ કરી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.

| Updated on: May 22, 2026 | 7:08 PM
Share
OPC VS PPC: ઘર બનાવતી વખતે લોકો સામાન્ય રીતે ઇંટ, સ્ટીલ અને ડિઝાઇન પર વધુ ધ્યાન આપે છે, પરંતુ સિમેન્ટની પસંદગી પણ એટલી જ મહત્વની હોય છે. બજારમાં OPC અને PPC નામના બે પ્રકારના સિમેન્ટ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. બંને સિમેન્ટના પોતાના ફાયદા છે, પરંતુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું ઘર બનાવવા માટે યોગ્ય સિમેન્ટ પસંદ કરવું જરૂરી છે. કારણ કે ઘર જીવનમાં એક જ વાર બને છે, તેથી સિમેન્ટ પસંદ કરતી વખતે સમજદારી રાખવી ખૂબ જરૂરી છે.

1 / 6
OPC એટલે Ordinary Portland Cement. આ સિમેન્ટ ઝડપથી સેટ થાય છે અને ઓછી સમયમાં વધુ મજબૂતાઈ આપે છે. તેથી જ્યાં ઝડપથી બાંધકામ પૂરું કરવાનું હોય અથવા વધુ ભાર સહન કરતું સ્ટ્રક્ચર બનાવવાનું હોય ત્યાં OPC સિમેન્ટ વધુ ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને બીમ, કોલમ અને છત જેવી જગ્યાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

2 / 6
બીજી તરફ PPC એટલે Portland Pozzolana Cement. તેમાં ફ્લાય એશ જેવી સામગ્રી ઉમેરવામાં આવે છે, જેના કારણે તે ધીમે સેટ થાય છે પરંતુ લાંબા ગાળે વધુ ટકાઉ બને છે. PPC સિમેન્ટનો ઉપયોગ સામાન્ય ઘર બાંધકામ, દિવાલો અને પ્લાસ્ટર જેવા કામોમાં વધુ થાય છે. આ સિમેન્ટ ભેજ અને પાણી સામે પણ વધુ સારી સુરક્ષા આપે છે, જેના કારણે દીવાલોમાં તિરાડ પડવાની શક્યતા ઓછી રહે છે.

3 / 6
જો બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજીએ તો OPC સિમેન્ટ ઝડપથી મજબૂત બને છે, જ્યારે PPC સિમેન્ટ ધીમે ધીમે મજબૂતાઈ મેળવે છે પરંતુ લાંબા સમય સુધી વધુ સારી કામગીરી આપે છે. PPC સિમેન્ટ ઓછી ગરમી ઉત્પન્ન કરે છે, જેના કારણે મોટા બાંધકામમાં તિરાડ પડવાની સંભાવના ઘટે છે.

4 / 6
ઘર માટે કયું સિમેન્ટ યોગ્ય રહેશે તે તમારી જરૂરિયાત પર આધાર રાખે છે. જો તમે સામાન્ય રહેણાંક ઘર બનાવી રહ્યા છો અને લાંબા સમય સુધી ટકાઉ માળખું ઇચ્છો છો, તો PPC સિમેન્ટ વધુ સારી પસંદગી બની શકે છે. જ્યારે ઝડપથી કામ પૂર્ણ કરવું હોય અથવા ભારે સ્ટ્રક્ચર બનાવવું હોય ત્યારે OPC સિમેન્ટ વધુ ઉપયોગી રહે છે. ઘણા ઇજનેરો પણ સલાહ આપે છે કે ઘર બાંધકામમાં બંને પ્રકારના સિમેન્ટનો જરૂર મુજબ અલગ અલગ ઉપયોગ કરવો વધુ યોગ્ય રહે છે.

5 / 6
સિમેન્ટ ખરીદતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હંમેશા તાજું સિમેન્ટ ખરીદો અને પેકેટ પર આપેલી પેકેજિંગ તારીખ ચોક્કસ તપાસો. સાથે જ ISI માર્ક ધરાવતું સિમેન્ટ પસંદ કરો અને તેને ભેજથી દૂર સૂકી જગ્યાએ સંગ્રહિત કરો. યોગ્ય સિમેન્ટની પસંદગી તમારા ઘરને લાંબા સમય સુધી મજબૂત અને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

6 / 6

ગુજરાતીઓની 5 સૌથી ફેવરિટ ચા, તેના ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ..

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">