AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ₹60,000 થી શરુ કરેલો આ બિઝનેસ, તમને મહિને ₹90,000 કમાઈ આપશે !

આજના ફેશન યુગમાં રોજ નવા-નવા કપડાં પહેરવા એ પણ એક ટ્રેન્ડ છે. લોકો અલગ-અલગ અવસરો માટે અલગ-અલગ કપડાં લે છે. જોવા જઈએ તો, વેસ્ટર્ન, ટ્રેડિશનલ, કિડ્સ વેર, લેડીઝ ડ્રેસથી લઈને મેન્સ શર્ટ સુધી. આવા સમયમાં ગારમેન્ટ્સ બિઝનેસ શરૂ કરવો એ એક લાજવાબ વિચાર છે.

| Updated on: Jun 17, 2025 | 8:11 PM
હાલના સમયમાં ફેશનને ધ્યાનમાં રાખીને ગારમેન્ટ્સ બિઝનેસ શરૂ કરવો એ એક અદભૂત વિચાર છે. જો તમે તમારા શહેરમાં કપડાંની દુકાન ખોલી રહ્યા છો, તો તમારે આશરે  ₹60,000 થી ₹1 લાખ સુધીનું રોકાણ કરવું પડી શકે છે.

1 / 8
આ બિઝનેસમાં તમે રોજના અંદાજિત ₹3,000થી ₹10,000 કમાઈ શકો છો. આમાં તમારું જે પ્રોફિટ માર્જિન હશે એ 30%થી લઈને 60% સુધીનું હશે. સરળ રીતે કહીએ તો, એક દિવસમાં ₹1,000થી ₹3,000નો નફો મળે અને મહિને ₹30,000થી ₹90,000 સુધીની કમાણી શક્ય બની શકે  છે.

2 / 8
આ બિઝનેસ શરૂ કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, દુકાન ભાડા-કરાર અને દુકાન ચલાવવા માટેની કાયદેસર પરવાનગી (લાઈસન્સ) જરૂરી છે. જો તમારા બિઝનેસની આવક વર્ષે ₹20 લાખથી વધુ થાય તો GST રજિસ્ટ્રેશન પણ કરાવવું પડે છે.

3 / 8
સાધનસામગ્રીમાં કપડાં રાખવા માટે શેલ્ફ, દર્પણ, દુકાનમાં સારી લાઈટિંગ, વધુ સ્ટોક રાખવા માટે સ્ટોરેજ રેક્સ, બિલ કરવા માટે નોટબુક કે કમ્પ્યુટર સિસ્ટમ તેમજ પેકિંગ માટે થેલીઓ, કવર અને ભાવ બતાવવા માટેના પ્રાઈસ ટેગ્સની જરૂર પડશે.

4 / 8
માર્કેટિંગ માટે શરૂઆતમાં તમે સારું ડિસ્કાઉન્ટ આપી શકો છો. લોકલ WhatsApp ગ્રૂપ બનાવો તેમજ Instagram/Facebook પર પેજ બનાવીને તેમાં આકર્ષક ઓફરને લગતા વીડિયો શેર કરો.

5 / 8
હવે સૌથી મહત્વપૂર્ણ વાત, "માલ ક્યાંથી લાવવો?" તો સુરત એ ભારતનું ટેક્સટાઈલ હબ છે. ત્યાંથી તમે સાડી, લહેંગા, ડ્રેસ મટિરિયલ અને રેડીમેડ ડ્રેસ સસ્તા ભાવે લઈ  શકો છો. મુંબઈમાં ટ્રેન્ડી કપડાં માટે ક્રાફર્ડ માર્કેટ અને ધારાવી માર્કેટ ખુબ જ પ્રખ્યાત છે.

6 / 8
દિલ્હીના ગાંધીનગર માર્કેટમાંથી તમને પોકેટ ફ્રેન્ડલી કિંમતે વિવિધ પ્રકારના મટિરિયલ મળી જશે. ટૂંકમાં, તમે સરળતાથી આખી દુકાન માટેનો સ્ટોક તૈયાર કરી શકો છો.

7 / 8
ગારમેન્ટ્સ બિઝનેસ એ એવો વ્યવસાય છે કે, જ્યાં નાની શરૂઆતથી મોટી સફળતા મેળવી શકાય છે. સમયસર ટ્રેન્ડ પકડવો, ગ્રાહકો સાથે સંબંધ જાળવવો અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો એ જ આ બિઝનેસનું સક્સેસ મંત્ર છે.

8 / 8

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">