Business Idea: બસ એક ડીલ અને ₹1.5 લાખ તમારા ખિસ્સામાં, આ જ તો છે બિઝનેસની અસલી રમત
કોઈ ઓફિસ નહી, કોઈ ટાર્ગેટ નહી અને કલ્પના કરો કે, એક જ ડીલ અને સીધા ₹1.5 લાખ તમારા ખાતામાં આવી જાય તો? એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો...

રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે વ્યવસાય શરૂ કરવો એ આજના સમયમાં એક ઉત્તમ વિકલ્પ છે. આ બિઝનેસમાં જમીન, ફ્લેટ, દુકાન, પ્લોટ જેવી પ્રોપર્ટી વેચવામાં, ખરીદવામાં કે ભાડે આપવાની પ્રક્રિયામાં લોકોની મદદ કરવી એ જ તમારું મુખ્ય કામ છે.

તમે ક્લાયન્ટ અને માલિક વચ્ચે એક પુલ તરીકેનું કામ કરો છો. દરેક સફળ ડીલ પર તમને તગડું કમિશન મળે છે. જણાવી દઈએ કે, આ બિઝનેસ શરૂ કરવા માટે મોટું રોકાણ કરવાની જરૂર નથી.

આ બિઝનેસમાં RERA (Real Estate Regulatory Authority) હેઠળ નોંધણી કરવી ફરજિયાત છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો અને સરનામા સહિતના દસ્તાવેજો સાથે RERA વેબસાઇટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

આમાં લાઈસન્સ માટેના ખર્ચના દર રાજ્ય અનુસાર અલગ અલગ હોય છે. જો કે, અંદાજે ₹5,000 થી ₹25,000 સુધીની રજીસ્ટ્રેશન ફી હોય છે તેવું માનીને જ ચાલવું.

તમારું નામ અને સર્વિસ લોકો સુધી પહોંચે તે માટે તમારું વિઝિટિંગ કાર્ડ બનાવો. આ સિવાય બ્રોશર તૈયાર કરો અને WhatsApp તથા Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બિઝનેસનું માર્કેટિંગ કરો. આ વ્યવસાયની શરૂઆત તમે તમારા ઘરેથી કરી શકો છો અને જો જરૂર લાગે તો નાની ઓફિસ લઈને પણ બિઝનેસ શરૂ કરી શકો છો.

આવકની વાત કરીએ તો, જ્યારે તમે કોઈ ફ્લેટ કે પ્લોટ વેચાવો છો ત્યારે વેચાણ રકમ પર અંદાજિત 2% થી 5% જેટલું કમિશન મળતું હોય છે. જો તમે કોઈ પ્લોટ ₹30 લાખમાં વેચાવો છો તો તમને ₹60,000 થી ₹1.5 લાખ સુધીનું કમિશન મળી શકે છે.

ભાડાવાળી પ્રોપર્ટી માટે સામાન્ય રીતે એક મહિના જેટલું ભાડું કમિશન તરીકે મળે છે. જો મહિને બે-ત્રણ ડીલ યોગ્ય રીતે થઈ જાય તો તમારી માસિક આવક ₹80,000 થી ₹1.5 લાખ પણ થઈ શકે છે.

ક્લાયન્ટ લાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય જો કોઈ હોય તો એ છે, નેટવર્કિંગ અને ઓનલાઇન માર્કેટિંગ. Facebook, Instagram અને WhatsApp પર reels અને property tour જેવા વીડિયો શેર કરો.

વોટ્સએપ સ્ટેટસમાં નવા ફ્લેટ કે જમીનની માહિતી મૂકતા રહો. OLX, MagicBricks, 99acres જેવી સાઇટ્સ પર જાહેરાત આપો. બિલ્ડર્સ સાથે ટાઈઅપ કરો જેથી તેઓ તમને લીડ આપે.

ડીલ કરવાના સમયે પ્રોપર્ટીની તમામ માહિતી એકઠી કરો અને ગ્રાહકને સરળ રીતે સમજાવો. તેમને સાઇટ વિઝિટ માટે લઈ જાવ અને તેમના બજેટ અનુસાર શક્ય હોય તેટલા વિકલ્પો બતાવો. ડીલ એકવાર ફાઇનલ થયા પછી એગ્રિમેન્ટ/ડોક્યુમેન્ટેશન માટે યોગ્ય વ્યવસ્થા કરો અને ત્યારબાદ તમારું કમિશન મેળવો.

આ વ્યવસાય માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. એક સારો સ્માર્ટફોન, ઇન્ટરનેટ કનેક્શન અને વધુમાં વધુ ક્લાઈન્ટનો ડેટા એ જ મુખ્ય હથિયાર છે. તમારું કામ જેટલું વ્યવસ્થિત હશે તેટલી તમારી કમાણી વધુ થશે. આ વ્યવસાય ઘરે બેઠા પણ ચલાવી શકાય છે અને જો યોગ્ય મહેનત કરી તો તમે સારો એવો નફો કમાઈ શકો છો.

જો તમે આ ફીલ્ડમાં નવા છો તો શરૂઆતમાં ઉતાવળ ન કરો. થોડી ધીરજ રાખો અને પહેલા રિયલ એસ્ટેટ માર્કેટ શું છે તે અંગે સમજો. જુના એજન્ટો પાસે ફરો, તેમની સાથે કામ કરો અને નાના-મોટા પ્રોજેક્ટની માહિતી અંગે શીખવાનું શરૂ કરો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
