પીરિયડ્સ દરમિયાન અથાણું ખાઓ છો તો સાવધાન, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે
Periods Problems: છોકરીઓ દર મહિને પીરિયડ્સમાં થાય છે. આ 3થી 4 દિવસ એવા હોય છે જેમાં છોકરીઓને નાની-મોટી એમ તકલીફો સહન કરવી પડે છે. કોઈને વધારે બ્લીડિંગની સમસ્યા હોય છે તો કોઈને દુખાવો વધારે થતો હોય છે. પીરિયડ્સ સમયે મહિલાઓના શરીરમાં અનેક નાના-મોટા ફેરફાર થતા હોય છે. આ માટે ખાસ કરીને ખાનપાનનું ધ્યાન વધારે રાખવું પડે છે. આમ, તમે પણ પીરિયડ્સ દરમિયાન અથાણું ખાઓ છો તો બંધ કરી દેજો. ચાલો જાણીએ કે પીરિયડ્સ દરમિયાન અથાણું ખાવાથી કયા નુકસાન થઈ શકે છે.

દર મહિને પીરિયડ્સ દરમિયાન તમે અથાણાંનું સેવન કરશો નહીં. આમ કરવાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. આ સમયે તમે અથાણાંનું સેવન કરો છો તો પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

શરીરમાં સોજા - પીરિયડ્સ દરમિયાન છોકરીઓને સામાન્ય રીતે સોજો આવવો તેમજ બળતરા જેવી સમસ્યા થતી હોય છે. આમ, આ સમયે તમે અથાણું ખાઓ છો તો આ તકલીફ વધી શકે છે. અથાણાંમાં વધારે માત્રામાં તેલ અને મીઠું હોય છે જે આ સમસ્યા વધારી શકે છે. આ કારણે પેટને લગતી સમસ્યાઓ વધી શકે છે.

વોટર રિટેન્શન - અથાણું બનાવતી વખતે મીઠું વધારે માત્રામાં એડ કરવામાં આવે છે. પીરિયડ્સમાં તમે અથાણું ખાઓ છો તો મીઠાને કારણે શરીરમાં પાણી જમા થવાની સમસ્યા પેદા કરી શકે છે. આ કારણે પેટમાં ભારેપણું લાગી શકે છે. શરીરમાં પાણી જમા થવાને કારણે પેટ ફૂલવા લાગે અને જેવું મહેસૂસ થાય છે.

અથાણાંમાં નાખવામાં આવેલા મસાલા કેટલીક મહિલાઓને એસિડિટી અને પેટમાં બળતરાનું કારણ બની શકે છે. પીરિયડ્સ દરમિયાન તમે પાચન તંત્ર નબળું પડી શકે છે. આમ, આ સમયે તમે મસાલેદાર વસ્તુઓનું સેવન કરો છો તો આ તકલીફ વધી શકે છે.

ખીલની સમસ્યા - પીરિયડ્સ દરમિયાન તમે અથાણું વધારે ખાઓ છો તો ખીલની સમસ્યામાં વધારો થઈ શકે છે. અથાણું સ્પાઇસી અને ઓઇલી હોય છે જેના કારણે આ સમસ્યા વધી શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. tv9 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
