Vastu Tips: વરસાદના પાણીનો આ રીતે ઉપયોગ કરો, મા લક્ષ્મી રાજી થશે અને પૈસાની અછતનો ક્યારેય સામનો નહીં કરવો પડે
જો તમે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓથી પરેશાન છો અને તેમાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમારે વરસાદના પાણીથી કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરો છો, તો તમને તેના શુભ અને સમૃદ્ધ પરિણામો મળે છે.

બીજીબાજુ જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને અવગણો છે, તો તમને તેના નકારાત્મક પરિણામો મળે છે. આપણા વાસ્તુશાસ્ત્રમાં, વરસાદના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ કેટલાક નિયમો કહેવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે, જ્યારે તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાનું શરૂ કરો છો, તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી.

જો તમને લાંબા સમયથી ધંધામાં નુકસાન થઈ રહ્યું છે અને તમે તેમાંથી બહાર નીકળી શકતા નથી, તો આવી સ્થિતિમાં તમારે વરસાદના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં પ્રગતિ કરવા અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૌ પ્રથમ તમારે પિત્તળના વાસણ અથવા ઘડામાં વરસાદનું પાણી ભરવું અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માં લક્ષ્મીનો અભિષેક કરવો. જ્યારે તમે આવું કરો છો, ત્યારે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે. આ ઉપરાંત, ધંધામાં જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી પણ રાહત મળશે અને પૈસાના બીજા નવા માર્ગો પણ ખુલશે.

જો તમારી પાસે પૈસા છે પણ તે બિનજરૂરી રીતે ખર્ચાઈ જાય છે, તો આમાંથી છુટકારો મેળવવા માટે તમારે વરસાદ દરમિયાન ઘરની બહાર એક માટીનું વાસણ મૂકી રાખવું. જ્યારે આ વાસણ વરસાદના પાણીથી ભરાઈ જાય, ત્યારે તેને ઘરની અંદર લાવો અને ઉત્તર-પૂર્વ દિશાના ખૂણામાં અથવા તો ફક્ત ઘરની ઉત્તર દિશામાં મૂકી રાખો. જ્યારે તમે આવું કરો છો, ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ જશે કાં તો સંપૂર્ણ બંધ થઈ જશે.

જો તમારા જીવનમાં પૈસાની અછત છે, તો તમારે એક વાસણમાં વરસાદનું પાણી લઈ લેવું અને તેને ધાબે તડકામાં મૂકી રાખવું. તમારે ખાસ ધ્યાન રાખવું કે, જ્યાં તમે આ વાસણ રાખ્યું છે તે જગ્યા પર સૂર્યપ્રકાશ પડે. હવે તેમાં આંબાના પત્તા નાખવા અને ઘરમાં તમે જે ભગવાનની પૂજા કરો છો તેમનું નામ લેવું. જ્યારે તમે આટલું કરો છો, ત્યારે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે. આ ઉપાયથી તમારે ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો






































































