Asia Cup 2025 : ‘ટ્રોફી’ની ડિઝાઇન કોના દ્વારા બનાવવામાં આવી છે ? આમાં કેટલું સોનું અને ચાંદી વપરાયું છે ?
એશિયા કપ 2025 ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ હાઇ-વોલ્ટેજ મેચ 28 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં ચાલો જાણીએ કે, એશિયા કપ ટ્રોફીમાં કેટલું સોનું અને ચાંદી વપરાય છે....

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફી પણ એક ચર્ચાનો વિષય બની રહી છે. જણાવી દઈએ કે, એશિયા કપ ક્રિકેટ ટ્રોફી ફક્ત એશિયન ક્રિકેટની પ્રતિષ્ઠાનું પ્રતીક નથી પરંતુ તેની ધાતુની સામગ્રી અને ડિઝાઇન પણ વિશેષ મહત્વ ધરાવે છે.

હાલમાં તો ટ્રોફીમાં સોના અને ચાંદીના ચોક્કસ જથ્થા અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેની ડિઝાઇનને લગતા કેટલાંક તથ્યો બહાર આવ્યા છે. એશિયા કપ ટ્રોફી સોનાની ધાતુથી બનેલી છે અને તેના ઉપર ચાંદીનો પડ (Silver Plating) છે.

ટૂંકમાં ટ્રોફીની બહારની સપાટી સોનાથી મઢેલી હોય છે, જ્યારે અંદરનો મુખ્ય ભાગ ચાંદીનો હોય છે. સોના અને ચાંદીના ચોક્કસ જથ્થા અંગે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે, ટ્રોફીમાં નોંધપાત્ર પ્રમાણમાં સોનું અને ચાંદી વપરાયેલું છે, જે તેની ભવ્યતા અને ચમક વધારવાનું કામ કરે છે.

વર્ષ 2019 માં એશિયા કપ ટ્રોફી માટે એક નવી ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી, જે લંડન સ્થિત પ્રખ્યાત સિલ્વરસ્મિથ 'થોમસ લાઇટ' દ્વારા બનાવવામાં આવી હતી. આ ટ્રોફી 78 સેન્ટિમીટર ઊંચી અને 42 સેન્ટિમીટર પહોળી છે તેમજ તેનું વજન લગભગ 15 કિલોગ્રામની આસપાસ છે.

આની ડિઝાઇન કમળના ફૂલથી પ્રેરિત છે, જેને એશિયામાં શાંતિ, એકતા અને સંવાદિતાનું પ્રતીક માનવામાં આવે છે. કમળની પાંખડીઓ એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) ના પાંચ પેટા-સંઘનું પ્રતિનિધિત્વ કરે છે. વિજેતા દેશના નામ પાયા પર કોતરેલા છે, જે મુખ્ય ભાગથી અલગ કરી શકાય છે.

આ ટ્રોફી બનાવવામાં લગભગ 400 કલાક લાગ્યા, જેમાં 12 અલગ-અલગ કારીગરોનો સમાવેશ થાય છે. આની જટિલતા અને કારીગરી જ તેને પ્રતિષ્ઠિત પુરસ્કાર બનાવે છે. એશિયા કપ ટ્રોફી માત્ર એક રમતગમતનો પુરસ્કાર નથી પરંતુ એશિયન ક્રિકેટની સમૃદ્ધિ અને ગૌરવનું પ્રતીક પણ છે.
India vs Sri Lanka LIVE Score, Asia Cup: ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર 4 રાઉન્ડની છેલ્લી મેચ
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
