AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking News : ડચ આક્રમણમાં પાકિસ્તાન ‘સ્વાહા’ થતાં બચ્યું! નેધરલેન્ડે નાકે દમ લાવી દીધો, માંડ-માંડ જીત્યું ‘પાકિસ્તાન’

આજથી ક્રિકેટના મહાકુંભ એટલે કે ICC T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

T20 World Cup Breaking News : ડચ આક્રમણમાં પાકિસ્તાન 'સ્વાહા' થતાં બચ્યું! નેધરલેન્ડે નાકે દમ લાવી દીધો, માંડ-માંડ જીત્યું 'પાકિસ્તાન'
Image Credit source: ICC
| Updated on: Feb 07, 2026 | 2:49 PM
Share

આજથી ક્રિકેટના મહાકુંભ એટલે કે ICC T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

ટોસ જીતીને પાકિસ્તાને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નેધરલેન્ડના ઓપનર માઈકલ લેવિટે શાહીન આફ્રિદીની પહેલી ઓવરમાં ચોગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. એક સમયે ડચ ટીમ 170 રન તરફ જતી હોય તેવું લાગતું હતું પરંતુ પાકિસ્તાની સ્પિનરોએ બાજી પલટી નાખી. સલમાન મિર્ઝાની ઘાતક બોલિંગ (3/24) અને સઈમ અય્યુબની શિસ્તબદ્ધ બોલિંગને કારણે નેધરલેન્ડ્સ 19.5 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઈ ગયું હતું. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે સૌથી વધુ 37 રન બનાવ્યા હતા.

ડચ બોલરોએ મિડલ ઓર્ડરને હચમચાવી નાખ્યું

એવામાં 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત સારી રહી હતી પરંતુ મધ્યમ ઓવરોમાં નેધરલેન્ડના બોલરોએ વળતો પ્રહાર કર્યો. સાહિબઝાદા ફરહાન (47) અને સઈમ અય્યુબ (24) એ પાયો નાખ્યો હતો પરંતુ બાબર આઝમ માત્ર 15 રન બનાવીને આઉટ થતા પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું હતું. આર્યન દત્ત અને પાઉલ વાન મીકરેને પોતાની બોલિંગથી પાકિસ્તાનના મિડલ ઓર્ડરને હચમચાવી નાખ્યું હતું.

નેધરલેન્ડના બોલરોએ એવી શિસ્તબદ્ધ બોલિંગ કરી કે, પાકિસ્તાની બેટ્સમેનો એક-એક રન માટે તરસતા દેખાયા હતા. સાહિબઝાદા ફરહાનની 47 રનની ઈનિંગે પાકિસ્તાનને મેચમાં જીવતું રાખ્યું હતું. અંતે છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 12 રન જોઈતા હતા અને મેદાન પર રોમાંચ ચરમસીમાએ હતો, નેધરલેન્ડના બોલરોએ દબાણ બનાવ્યું હતું પરંતુ અનુભવના જોરે પાકિસ્તાને અંતિમ ઓવરમાં માંડ-માંડ લક્ષ્ય હાંસલ કર્યું.

19મી ઓવર ‘ગેમ ચેન્જર’

મેચમાં 19મી ઓવર ગેમ ચેન્જર સાબિત થઈ, જ્યાં ફહીમ અશરફે લોગાન વાન બીકની ઓવરમાં તોફાની બેટિંગ કરીને પાકિસ્તાનના પક્ષમાં મેચ લાવી દીધી હતી. આ ઓવરના પ્રથમ બોલે જ ફહીમે મિડ-વિકેટ ઉપરથી શાનદાર સિક્સ ફટકારી આક્રમક શરૂઆત કરી હતી. બીજા બોલ પર એક જીવનદાન મળ્યું, જ્યારે લોન્ગ-ઓફ પર ઓ’ડાઉડે કેચ છોડ્યો, જેના કારણે પાકિસ્તાનને બે રન મળ્યા.

ત્યારબાદ ત્રીજા બોલે ફહીમે સાઈટસ્ક્રીનની ઉપરથી બીજી સિક્સ ફટકારી નેધરલેન્ડ્સ પર દબાણ વધાર્યું. જો કે, ચોથો બોલ ખાલી ગયો પણ પાંચમા બોલે ફહીમે સ્ક્વેર લેગ ઉપર 89 મીટર લાંબી સિક્સ ફટકારીને સ્ટેડિયમ ગજવી દીધું હતું. ઓવરના છેલ્લા બોલે નસીબે પણ સાથ આપ્યો અને બેટની કિનારી વાગીને બોલ કીપર અને શોર્ટ થર્ડ વચ્ચેથી ચોગ્ગા માટે નીકળી ગયો. આમ, એક જ ઓવરમાં કુલ 24 રન લૂંટીને ફહીમે હારના આરે ઊભેલી પાકિસ્તાની ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી.

આ પણ વાંચો: U19 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ઉપર BCCI એ જાહેર કર્યું કરોડોનુ ઈનામ, ICC એ તો ખાલી હાથે કાઢી મૂક્યા હતા

Follow Us
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
Breaking News : અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા
Breaking News : અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
g clip-path="url(#clip0_868_265)">