AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM મોદી ગુજરાત પ્રવાસે, 2027ની ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનની મહત્વપૂર્ણ બેઠકો, જુઓ Video

Breaking News : PM મોદી ગુજરાત પ્રવાસે, 2027ની ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનની મહત્વપૂર્ણ બેઠકો, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 13, 2026 | 8:22 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ પહોંચ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજકીય બેઠકો યોજવાનો છે, જેમાં સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતનું મુખ્ય કેન્દ્ર રાજભવન ખાતે યોજાનારી મહત્વની બેઠકો છે.

આ પ્રવાસ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે વડાપ્રધાનનો આ પ્રવાસ કોઈ જાહેર કાર્યક્રમ વિના માત્ર સરકાર અને સંગઠન સાથે બેઠકો યોજવા પૂરતો મર્યાદિત છે. ભૂતકાળમાં પણ તેમણે આવી બેઠકો યોજી છે, જેમાં જનસંપર્ક, વિભાગોની કામગીરી અને સરકાર-સંગઠન વચ્ચેના સંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આ બેઠકો 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને સાંસદો સાથે સીધો સંવાદ કરશે. આ બેઠકોમાં આગામી ચૂંટણી માટે સંગઠનની કામગીરી અને સરકારના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. PMO દ્વારા છેલ્લા એક મહિનાથી ગુજરાતની રાજકીય અને સામાજિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જે આ બેઠકોના મહત્વને વધુ મજબૂત બનાવે છે.

શું Elon Musk આપશે Nvidia ના CEO ને નોકરી? ટેક જગતમાં ‘નવી ચર્ચા’ શરૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">