AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફટાકડાનું રોકેટ પડ્યું PSIની કાર પર, પછી સોસાયટીમાં એવો બખેડો થયો કે પોલીસ બોલાવવી પડી, જુઓ Video

ફટાકડાનું રોકેટ પડ્યું PSIની કાર પર, પછી સોસાયટીમાં એવો બખેડો થયો કે પોલીસ બોલાવવી પડી, જુઓ Video

| Updated on: Nov 13, 2026 | 6:21 PM
Share

અમદાવાદના અખબારનગર સોસાયટીમાં ફટાકડા ફોડવા મુદ્દે ગાંધીનગર રેલવે પોલીસના PSI કલ્પના ચુડાસમાની કારને નુકસાન થતા વિવાદ સર્જાયો છે.

અમદાવાદના અખબારનગર સોસાયટીમાં ફટાકડા ફોડવા મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. રોકેટથી ગાંધીનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતા PSI કલ્પના ચુડાસમાની કારને નુકસાન થતા આ મામલો ઉગ્ર બન્યો હતો. કારને નુકસાન થતા PSI અને સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલી થઈ હતી.

રહીશોનો આરોપ છે કે, કારના નુકસાનનો ખર્ચ ચૂકવવાની તૈયારી દર્શાવવા છતાં PSIએ સત્તાનો ખોટો ઉપયોગ કરીને ધમકી આપી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા. મહિલાએ PSI પર અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો છે. બીજી તરફ, PSI કલ્પના ચુડાસમા અને તેમની દીકરીએ વળતા આક્ષેપો કર્યા છે. તેમના મતે, હિરલ પટેલ અને તેના પતિ દેવાંગ પટેલ ઝઘડો કરવા આવ્યા હતા, અપશબ્દો કહ્યા હતા, અને દેવાંગ પટેલે PSI પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. હાલ વાડજ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં સિઝનની પ્રથમ ભારે બરફવર્ષા, ઠંડીમાં વધારો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">