AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા કરી ટકોર- Video

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા કરી ટકોર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2026 | 9:25 PM
Share

વૃદ્ધ માતાપિતાને ન સાચવનારા અને વૃદ્ધાશ્રમમાં મોકલનારા સંતાનો સામે હર્ષ સંઘવીએ તેમનો બળાપો ઠાલવ્યો છે અને આવા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા અપીલ કરી છે.

મહેસાણામાં બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘઘાટન પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા હર્ષ સંઘવીએ અત્યંત ગંભીર સામાજિક પ્રશ્ન અંગે લોકોને સંગઠિત થવા હાકલ કરી હતી. હર્ષ સંઘવીએ માતાપિતાને ન સાચવતા અને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા ટકોર કરી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે જે માતાપિતાએ કાળી મજૂરી કરીને સંતાનોને મોટા કર્યા હોય એ સંતાનો જો મોટા થઈને પોતાના માતાપિતાને ન સાચવી શક્તા હોય તો તે સમાજ શું સાચવી શકવાના છે. આવા સંતાનોને તમારે તમારા લગ્નપ્રસંગમાં બોલાવીને શું કામ છે? તમામ સમાજોએ ભેગા થઈને માતાપિતાને ન સાચવતા સંતાનોનો બહિષ્કાર કરવો જોઈએ.

વધુમાં તેમણે ઉમેર્યુ કે આવા સંતાનો સામે કડક નિયમો બનાવવા જોઈએ. પરિવારની અવગણના કરતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. હર્ષ સંઘવીએ બહુચર પાટીદાર વાડીના ઉદ્દઘાટન પ્રસંગે આ નિવેદન આપ્યુ હતુ.

Input Credit- Manish Mistri- Mehsana

રાજકોટમાં માત્ર 2 વર્ષ પહેલા બનેલા ગોંડલ ચોકડી પરના ઓવરબ્રિજમાં પડી મસમોટી ભ્રષ્ટાચારની તિરાડ – Video

Published on: Nov 13, 2026 09:21 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">