AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSE નો શેર 2000 રૂપિયાને પાર! હવે આગળ કઈ દિશામાં જશે ભાવ? રોકાણકારોએ શું કરવું જોઈએ?

દેશના સૌથી મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના શેરોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો શેર 2000 રૂપિયાની સપાટી પાર કરી ચૂક્યો છે. એવામાં રોકાણકારોના મનમાં હવે એક જ સવાલ છે કે, આ તેજી ક્યાં સુધી રહેશે અને આગળ ભાવ કઈ દિશામાં જશે?

| Updated on: Nov 13, 2026 | 5:45 PM
Share
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના શેર્સમાં તેજીનો સિલસિલો ચાલુ છે. 13 નવેમ્બરે શેર 2000 રૂપિયા પર પહોંચી ગયો હતો. જો કે, કારોબાર પૂરો થવા પર તે સામાન્ય નબળાઈ સાથે 1,987 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં શેર લગભગ 14 ટકા વધ્યો છે. જણાવી દઈએ કે, આ દેશનું સૌથી મોટું એક્સચેન્જ છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે NSE ના શેરને કવર કરવાનું શરૂ કર્યું છે. તેણે શેર પર 'Buy' રેટિંગ એટલે કે ખરીદવાની સલાહ આપી છે. તેણે શેર માટે 2,300 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે.

1 / 7
શુક્રવારે 13 નવેમ્બરને રોજ શેર 2000 રૂપિયા સુધી જવાથી NSE નું માર્કેટ કૅપ પણ ₹5 લાખ કરોડની નજીક પહોંચી ગયું હતું. જો કે, બાદમાં શેરમાં થોડી નફાવસૂલી જોવા મળી હતી. પાછલા 9 કારોબારી સત્રોમાંથી 8 સત્રોમાં NSE ના શેરમાં તેજી આવી છે.

2 / 7
આ દરમિયાન શેર લગભગ 11.5 ટકા વધ્યો છે. 24 સપ્ટેમ્બરે BSE પર લિસ્ટિંગના દિવસે શેર ₹1,800 પર બંધ થયો હતો. આ દ્રષ્ટિએ તે પોતાના લિસ્ટિંગ ભાવથી પણ લગભગ 11.5 ટકા ઉપર ચાલ્યો ગયો છે.

3 / 7
NSE ના શેરોમાં તેજી પાછળ સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત પરિણામોનો હાથ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 23 ટકાનો વધારો નોંધાવ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં NSE નો નેટ પ્રોફિટ વધીને ₹2,578 કરોડ થઈ ગયો, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં તે ₹2,098 કરોડ હતો.

4 / 7
NSE ની કુલ આવક પણ 9 ટકા વધીને ₹4,554 કરોડ રહી છે. ઓપરેટિંગ EBITDA બમણાથી વધુ વધીને ₹3,079 કરોડ પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન 76 ટકા રહ્યો હતો. NSE ની કમાણીમાં ટ્રાન્ઝેક્શન ચાર્જનો મોટો ફાળો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનાથી થતી આવક વાર્ષિક ધોરણે 9 ટકા વધીને ₹3,035 કરોડ થઈ ગઈ હતી.

5 / 7
આનું મુખ્ય કારણ કૅશ માર્કેટ અને ઇક્વિટી ઓપ્શન્સમાં ટ્રેડિંગ વૉલ્યુમ વધવાનું રહ્યું છે. ક્વાર્ટર દરમિયાન કૅશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વૉલ્યુમ 24 ટકા વધીને ₹1.18 લાખ કરોડ થઈ ગયું. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ અર્ધવાર્ષિક એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન NSE નો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને ₹5,698 કરોડ થઈ ગયો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક 9 ટકા વધીને ₹9,807 કરોડ રહી હતી. મજબૂત નાણાકીય પ્રદર્શનથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

6 / 7
NSE નો IPO સપ્ટેમ્બરમાં આવ્યો હતો. આ ઇશ્યૂ ₹22,562 કરોડ રૂપિયાનો હતો. IPO સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ (OFS) હતો. આ અંતર્ગત વર્તમાન શેરધારકોએ પોતાના શેર વેચ્યા હતા. IPO માં શેરનો ઇશ્યૂ પ્રાઇસ ₹1,785 રાખવામાં આવ્યો હતો. આ IPO ને કુલ મળીને 5.71 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) નો હિસ્સો 12.7 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. NSE ના શેરોની BSE પર 24 સપ્ટેમ્બરે લિસ્ટિંગ થઈ હતી. શેર ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં લગભગ 0.9 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ભારતમાં સોનાએ આપ્યું 900% રિટર્ન… આખરે 10 હજારનો ભાવ 1 લાખ પર કેવી રીતે પહોંચ્યો?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">