Ahmedabad: અમદાવાદમાં 10 કરોડની ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકાશે, અમિત શાહ પ્રારંભ કરાવશે
સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે. ચોમાસા અને શિયાળામાં પણ ફ્લોટિંગ રેસ્ટોરાં ફૂઝમાં બેસી અને ફૂડની મજા માણી શકાય તે માટે ઉપરથી તેને ઢાંકી દેવામાં આવશે.

સાબરમતી નદીમાં શહેરીજનો રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તા. 2 જુલાઈ, રવિવારના રોજ સવારે સાબરમતી રિવર ક્રુઝફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું અમિત શાહ વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDL) દ્વારા તૈયાર કરાયેલ બોટ ઉદઘાટન કરાયા પછી એક સપ્તાહ બાદ સાબરમતી રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ કોમર્શિયલ ધોરણે કાર્યરત થશે. AMCના મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ પ્રોજેક્ટમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે.

SRFDL દ્વારા PPP ધોરણે શરૂ થનારા ફ્લોટિંગ રેસ્ટોરાં રિવર ફૂઝમાં આમ, હવે અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસી અને જમવાની મજા માણી શકશે. રૂ. 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરાયું છે. નદીના ઉપયોગ બદલ બોટની સફર કરાવનારી એજન્સી દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પેટે સાબરમતી રિવરફ્રન્ટ તંત્રને ચૂકવશે. ગત ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને રિવરફ્રન્ટ પર લાવવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વપ્ન હતું કે, સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં મળે અને સહેલાણી અને નાગરિકોને આવી ક્રૂઝ રેસ્ટોરાંની મજા માણવા બહાર ન જવું પડશે નહીં.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી AC હશે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવાશે. ક્રુઝમાં TV,, પ્રોજેક્ટર, લાઇટિંગ, DJ સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ, વગેરે સુવિધાઓ હશે. ફૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે.

સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે. ચોમાસા અને શિયાળામાં પણ ફ્લોટિંગ રેસ્ટોરાં ફૂઝમાં બેસી અને ફૂડની મજા માણી શકાય તે માટે ઉપરથી તેને ઢાંકી દેવામાં આવશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટની વિશષેતા શુ છે જેની પર નજર કરીએ. બે માળની ફૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં, પહેલા માળે AC કેબિન અને ઉપરના માળે ઓપન સ્પેસ હશે. ક્રુઝમાં એક સાથે 125 થી 150 લોકો બેસી શકશે. લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફ્સિ મિટિંગ થઈ શકશે.