Breaking News : શ્વાન-સિંહ-આખલા વચ્ચે ફિલ્મ જેવાં દ્રશ્યોનાં લાઈવ CCTV જુઓ
અમરેલીઃ રાજુલા તાલુકાનાં મોટા આગરીયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહ ઘુસ્યા હતા. આ દરમિયાનશ્વાન-સિંહ-આખલા વચ્ચે ફિલ્મ જેવાં દ્રશ્યોનાં લાઈવ CCTV ફુટેજ સામે આવ્યા છે.શ્વાન અને આખલાએ જીવ બચાવવા કરેલાં પ્રયત્નો વીડિયો જુઓ
અમરેલીના રાજુલા તાલુકાનાં મોટા આગરીયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહ ગામમાં પ્રવેશ્યા હતા.શ્વાન-સિંહ-આખલા વચ્ચે ફિલ્મ જેવાં દ્રશ્યોનાં લાઈવ CCTV હાલ સામે આવ્યા છે.ગામમાં ફરતા શ્વાન અને આખલો ગામની દૂર સુધી ભાગ્યા હતા.મોડી રાત્રે આવેલા 3 સિંહોએ શ્વાન અને આખલા પાછળ દોટ મુકી હતી.શ્વાન પોતાનો જીવ બચાવવા આમ-તેમ દોડતો જોવા મળ્યો હતો.
સિંહ સામે શ્વાને કેટલીક સેકન્ડ સુધી હિંમત બતાવી ભાગી છુટ્યો હતો. સિંહના શિકારથી બચી જવાનાં શ્વાનનાં દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે.3 સિંહો મોટા આગરીયા ગામની બજારોમાં ફર્યા પરંતુ શિકાર મળ્યો નહીં. શ્વાન અને આખલાએ જીવ બચાવવા કરેલાં પ્રયત્નો CCTV માં કેદ થયા છે.
સિંહના હુમલા વધ્યા
છેલ્લા કેટલાક દિવસથી સિંહના હુમલા વધવાના સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા સિંહે એક માલધારીને પોતાના પંજામાં દબોચી રાખયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લીલીયા રેન્જમાં સિંહ મેટિંગ દરમ્યાન સિંહની પજવણી બાદ સિંહે 3 લોકો પર હુમલો કર્યો હતો. જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતુ. ત્યારબાદ ગીરનાર ખાતે સિંહ હુમલામાં 11 વર્ષના બાળકનું મોત થયું છે.
Breaking News : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 7 આતંકીઓની કરી ધરપકડ, જૈશ એ મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો અહી ક્લિક કરો
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
