AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીમાં શ્વાનની વફાદારીનો અનોખો કિસ્સો, દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ, જુઓ Video

નવસારીમાં શ્વાનની વફાદારીનો અનોખો કિસ્સો, દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2026 | 1:29 PM
Share

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાં શ્વાનની વફાદારી અને બહાદુરીનો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. ગામમાં આવેલા એક ઘરના છાપરામાં ત્રણ યુવાનો સૂતા હતા ત્યારે અચાનક દીપડો ત્યાં પહોંચી ગયો અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. મધરાતે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાં શ્વાનની વફાદારી અને બહાદુરીનો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. ગામમાં આવેલા એક ઘરના છાપરામાં ત્રણ યુવાનો સૂતા હતા ત્યારે અચાનક દીપડો ત્યાં પહોંચી ગયો અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. મધરાતે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.જો કે વફાદાર શ્વાને પોતાની જીવની બલી આપીને માલિકનો જીવ બચાવ્યો છે.

‘નેક્ટર’ દીપડા સામે ઢાલ બનીને ઊભો રહ્યો

યુવાનો પર દીપડો તૂટી પડ્યો ત્યારે ઘરમાં રહેલો પાલતુ શ્વાન ‘નેક્ટર’ તરત જ વચ્ચે પડી ગયો. તેણે પોતાની જાનની પરવા કર્યા વિના હિંસક દીપડાનો સામનો કર્યો. દીપડા અને શ્વાન વચ્ચે જીવ સટોસટની જંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ત્રણેય યુવાનોને બચીને સુરક્ષિત સ્થળે પહોંચવાનો સમય મળી ગયો અને તેમનો જીવ બચી ગયો.

બહાદુરીની કિંમત પોતાનો જીવ આપી ચૂકવી

દીપડા સાથેની અથડામણ દરમિયાન ‘નેક્ટર’ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અંતે દીપડાના હુમલામાં તેને જીવ ગુમાવવો પડ્યો. પોતાના માલિક અને પરિવારના સભ્યોને બચાવવા માટે શ્વાને આપેલા આ બલિદાનથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગ્રામજનોએ પણ ‘નેક્ટર’ની વફાદારી અને બહાદુરીને સલામ કરી છે.

વન વિભાગે શરૂ કરી કાર્યવાહી

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ ઘટનાની તપાસ હાથ ધરી છે અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની તેમજ અન્ય જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ગ્રામજનોને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અને જંગલ વિસ્તારની નજીક એકલા ન જવાની અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Rajkot Breaking News : 10 વર્ષની બાળકીના મોતે ખોલી પોલ, જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 31 શહેરોના 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">