AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની ધરપકડ, SOP પણ અમલમાં મુકી

Breaking News : અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની ધરપકડ, SOP પણ અમલમાં મુકી

| Updated on: Jul 14, 2026 | 1:56 PM
Share

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના એક કર્મચારીએ ભંડારમાંથી રોકડના બંડલની ચોરી કરી હતી. આ કેસમાં ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે.

અંબાજી મંદિરના ભંડારામાં દાનની રોકડની ચોરીનો મામલો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે ભંડારાની ગણતરી અને સુરક્ષા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે.

ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે કરી ધરપકડ

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના એક કર્મચારીએ ભંડારમાંથી રોકડના બંડલની ચોરી કરી હતી. આ કેસમાં ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. ચોરીમાં સંડોવણી સામે આવતા મંદિર ટ્રસ્ટે ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે.

20થી વધુ CCTV કેમેરાની નજર હેઠડ ભંડારાની ગણતરી થશે

ઘટના બાદ મંદિર ટ્રસ્ટે ભંડારાની ગણતરી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. નવી SOP મુજબ હવે ભંડારાની ગણતરી 20થી વધુ CCTV કેમેરાની સતત નજર હેઠળ કરવામાં આવશે. તમામ CCTVનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા છ મહિના સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈપણ ગેરરીતિની તપાસ સરળતાથી થઈ શકે.

આ ઉપરાંત ભંડારાની કામગીરીમાં જોડાતા તમામ કર્મચારીઓનું મેટલ ડિટેક્ટર દ્વારા ફરજિયાત ચેકિંગ કરવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે ડબલ સ્કેનિંગની વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. ભંડારાની ગણતરી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચાચર ચોક ખાતે આવેલી LED સ્ક્રીન પર પ્રક્રિયાનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

અંબાજી મંદિર જેવી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતી જગ્યાએ દાનની ચોરીની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. જોકે, હવે નવી SOP અને સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં આવ્યા બાદ ભક્તોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ નવી વ્યવસ્થાઓ માત્ર કાગળ પૂરતી મર્યાદિત રહે છે કે પછી ખરેખર ભંડારાની સુરક્ષા માટે અસરકારક સાબિત થાય છે.

Rajkot Breaking News : 10 વર્ષની બાળકીના મોતે ખોલી પોલ, જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 31 શહેરોના 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jul 14, 2026 01:54 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">