કાનુની સવાલ : શું કોઈ સ્ત્રી પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે? કાનુન જાણો
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણના એક કેસમાં સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મહિલા તેના પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ સાથે રહેવાનું શરૂ કરે છે અને જ્યારે તે જીવિત હોય છે, તો તે કાયદેસર રીતે પરિણીત પત્નીનો દરજ્જો મેળવી શકતી નથી.

જો કોઈ મહિલા તેના પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ સાથે રહેવાનું શરૂ કરે છે અને જ્યારે તે જીવિત હોય છે, તો તે કાયદેસર રીતે પરિણીત પત્નીનો દરજ્જો મેળવી શકતી નથી.આવી સ્થિતિમાં તે પુરુષ પાસેથી ભરણપોષણ પ્રાપ્ત કરવાની હકદાર નથી. કોર્ટેએ પણ કહ્યું કે, માતા-પિતાના આ સંબંધોથી જન્મેલા બાળકો તેમના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો કાનુની અને નૌતિક અધિકાર છે.

આ આદેશ ન્યામૂર્તિ અચલ સચદેવે આપ્યો છે. ચિત્રકુટ જિલ્લાની મહિલા અને તેની દીકરીએ સંતોષ કુમાર વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. ચિત્રકુટના પ્રધાન પારિવારિક ન્યાયાધીશે મહિલાને 2 હજાર રુપિયા અને દીકરીને એક હજાર રુપિયા પ્રતિ મહિને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સામે એ તથ્થ સામે આવ્યું કે, મહિલાના લગ્ન અંદાજે 15 વર્ષ પહેલા શારદા પ્રસાદ સાથે થયા હતા. જેનાથી તેને 2 બાળકો હતા. મહિલાએ પહેલા પતિ પાસેથી છુટાછેડા લીધા નથી અને જીવિત રહેતા સંતોષ કુમારની સાથે રહેવા લાગી હતી. ત્યારબાદ સંતોષની સાથે રહેતી વખતે પહેલા પતિનું મૃત્યું થયું હતુ. મહિલા ફેમિલી કોર્ટમાં એ સાબિત કરવામાં અસફળ રહી હતી. કે, તેના લગ્ન સંતોષ સાથે હિન્દુ રીતિ-રિવાજ સાથે થયા છે.

કોર્ટે ક્હ્યું આ રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાથી એ સ્પષ્ટ થાય છે કે, મહિલા કાનુની રુપથી સંતોષની વિવાહિત પત્નીની પરિભાષામાં આવતી નથી. એટલા માટે ફેમિલી કોર્ટ મહિલાના પક્ષમાં ભરણપોષણના આદેશ આપવાનો સંપૂર્ણ ખોટો હતો. આ સાથે કોર્ટે સીઆરપીસીની કલમ 125(4)ને લઈ કહ્યું મહિલાને ભરણપોષણ આપવું એ ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો હતો.

કોર્ટે કહ્યું ડીએનએ રિપોર્ટથી એ સાબિત થયું કે, સંતોષની 8 વર્ષની દીકરીના જૈવિક પિતા છે. સીઆરપીસીની કલમ 125 (1)બી હેઠળ પિતાનો આ નૈતિક અને કાનુની કર્તવ્ય છે કે, તે પોતાના સંતાનને ભરણપોષણ આપે જે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ છે. આ માટે કોર્ટે દીકરીને એક હજાર રુપિયા પ્રતિ મહિને આપવાનો ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જેમાં કોઈ હસ્તક્ષેપ કર્યો નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
