Rajkot Breaking News : 10 વર્ષની બાળકીના મોતે ખોલી પોલ, જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 31 શહેરોના 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા, જુઓ Video
ગુજરાત રાજ્યમાં એક પછી એક કૌભાંડની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ પછી હવે ડમી સ્કૂલિંગનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. રાજકોટના જસદણમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોત બાદ થયેલી તપાસમાં રાજ્યના 31 શહેરોના 697 ડમી વિદ્યાર્થીઓનો ખુલાસો થયો છે.
રાજકોટના જસદણમાં આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનો મોટો પર્દાફાશ થયો છે. દસ વર્ષીય વિદ્યાર્થીનીના મોત બાદ તપાસમાં ખુલાસો થયો છે. રાજ્યના 31 શહેરોની શાળાના 697 ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા. નવોદય-સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી નેટવર્ક ચાલતું હતું. બીજી શાળામાં હાજરી પુરીને અભ્યાસ માટે ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જતા હતા. આ મામલો સામે આવતા સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરાયા છે. ડમી એજ્યુકેશન રેકેટ સામે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીના મોત મામલે તપાસ બની તેજ
જસદણમાં 10 વર્ષીય વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના મોત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આયુષી આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. પરિવારનો આરોપ છે કે બીમારી દરમિયાન તેમને જાણ કરવામાં નહોતી. સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ ઘટનાની તપાસમાં જસદણના આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનું મોટું નેટવર્ક સામે આવ્યું છે.
રાજ્યના 31 શહેરોમાંથી 697 ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા
શિક્ષણ વિભાગની તપાસમાં રાજ્યના 31 શહેરોમાંથી 697 ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. DEO રિપોર્ટ બાદ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી એડમિશનનું નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો થયો છે. આલ્ફા ટ્યુશન ક્લાસના બે ટ્રસ્ટીઓ સામે BNS હેઠળ ગુનો નોંધાયો છે. સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો, Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ, ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટનાસ્થળે, જુઓ Video
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
