AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy, Sell કે Hold? DMart ના શેરમાં હવે શું કરવું? ક્વાર્ટર પરિણામ પછી બ્રોકરેજ હાઉસે બદલી નાખી ‘ગેમ’

ડીમાર્ટ (DMart) ના જૂન ક્વાર્ટરના પરિણામો પછી બ્રોકરેજ હાઉસ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટા શહેરોમાં વેચાણ ધીમું પડવું અને ક્વિક કોમર્સ એપ્સ તરફથી વધતી સ્પર્ધાને કારણે ચિંતા વધી છે. આ જ કારણે કેટલાક બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઈસ ઘટાડ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ પોઝિટિવ છે.

| Updated on: Jul 13, 2026 | 7:01 PM
Share
ડીમાર્ટ (DMart) ના જૂન ક્વાર્ટરના પરિણામો પછી શેર બજારના નિષ્ણાતોમાં અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે. કંપનીનું પ્રદર્શન અંદાજ મુજબ તો રહ્યું છે પણ મોટા શહેરોમાં વેચાણ ધીમું પડવું અને ક્વિક કોમર્સ (ઝડપી ડિલિવરી આપતી એપ્સ) તરફથી મળી રહેલી ટક્કરે ચિંતા વધારી દીધી છે. સાથે જ, કંપની નવા સ્ટોર પણ ધીમી ગતિએ ખોલી રહી છે. આ જ કારણે કેટલાક બ્રોકરેજ હાઉસે ડીમાર્ટના શેરનો ટાર્ગેટ પ્રાઈસ ઘટાડી દીધો છે, જ્યારે કેટલાક હજુ પણ લાંબાગાળાના ફાયદાને જોઈને પોઝિટિવ છે.

1 / 8
Emkay એ DMart પર 'Sell' રેટિંગ જાળવી રાખીને 3,700 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની ગ્રોથના સંકેતો સતત નબળા પડી રહ્યા છે. ખાસ કરીને મોટા મેટ્રો શહેરોના જૂના સ્ટોર્સમાં વેચાણ લગભગ સ્થિર થઈ ગયું છે, જ્યારે ક્વિક કોમર્સ કંપનીઓ માર્કેટ શેર પર સતત દબાણ બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર, કસ્ટમર ટ્રાન્ઝેક્શન 13.4 ટકા વધ્યા છે પરંતુ સરેરાશ બિલ વેલ્યુ માત્ર 1.5 ટકા વધી છે. ક્વાર્ટર (DMart Q1 Results) દરમિયાન કંપનીએ માત્ર ત્રણ નવા સ્ટોર ખોલ્યા હતા, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 9 સ્ટોર ઉમેરવામાં આવ્યા હતા. બીજી તરફ DMart Ready નો બિઝનેસ પણ નબળો રહ્યો હતો. તેનો ગ્રોથ ઘટીને 5.5 ટકા પર આવી ગયો અને કંપનીએ સાત શહેરોમાંથી પોતાનો બિઝનેસ સમેટી લીધો. Emkay નું માનવું છે કે, આશરે 70 ગણા ફોરવર્ડ P/E વેલ્યુએશન પર શેર મોંઘો દેખાય છે અને તેમાં વેલ્યુએશન ડી-રેટિંગનું જોખમ બનેલું છે.

2 / 8
Goldman Sachs એ પણ સ્ટોક પર 'Sell' રેટિંગ કાયમ રાખતા 4,000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની સ્ટેન્ડઅલોન આવકમાં 15.1 ટકાનો વધારો થયો છે પરંતુ તે અગાઉના ક્વાર્ટરના 19 ટકા ગ્રોથ કરતા ઘણી ધીમી છે. બ્રોકરેજ મુજબ, સમાન સ્ટોર વેચાણ વૃદ્ધિ (Like-for-Like Growth) ઘટીને 5.5 ટકા રહી ગઈ છે, જ્યારે મોટા શહેરોના સ્ટોર્સમાં લગભગ કોઈ વૃદ્ધિ થઈ નથી. ગ્રોસ માર્જિનમાં સુધારો જોવા મળ્યો હતો પરંતુ કર્મચારીઓ અને નવા સ્ટોર્સ પર વધેલા ખર્ચને કારણે EBITDA માર્જિનમાં મર્યાદિત વધારો થયો હતો. Goldman Sachs નું માનવું છે કે, મેટ્રો માર્કેટ્સમાં ક્વિક કોમર્સના કારણે કંપનીનો માર્કેટ શેર પ્રભાવિત થઈ રહ્યો છે.

3 / 8
HDFC Securities એ 'Add' રેટિંગ સાથે 4,150 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, મેટ્રો શહેરોમાં સમાન સ્ટોર વેચાણ ફ્લેટ રહ્યું હતું, જ્યારે નોન-મેટ્રો માર્કેટ્સમાં 14-15 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જો કે, સ્ટોર દીઠ બિલોની સંખ્યા 4.4 ટકા ઘટી છે, જે મહાનગરોમાં માંગ નબળી હોવાના સંકેત આપે છે. સરઆ પ્રોડક્ટ મિક્સને કારણે ગ્રોસ માર્જિન વધ્યું પરંતુ વિસ્તરણ ખર્ચના કારણે ઓપરેટિંગ માર્જિન પર દબાણ રહ્યું હતું. આ જ કારણે HDFC એ FY27 અને FY28 ના નફાના અંદાજમાં મામૂલી ઘટાડો કર્યો છે.

4 / 8
Elara Capital એ 'Accumulate' રેટિંગ જાળવી રાખીને 4,700 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેમના મતે, મેટ્રો શહેરોમાં ક્વિક કોમર્સ હવે એક માળખાકીય પડકાર બની ચૂક્યું છે. જો કે, FMCG કંપનીઓ દ્વારા સંભવિત કિંમતોમાં વધારો અને ભવિષ્યમાં થનાર સ્ટોર વિસ્તરણ કંપની માટે ટેકારૂપ સાબિત થઈ શકે છે. બ્રોકરેજનું માનવું છે કે, નજીકના ગાળામાં માર્જિન સ્થિર રહી શકે છે.

5 / 8
Nuvama એ 'Buy' રેટિંગ જાળવી રાખીને ટાર્ગેટ પ્રાઇસ 4,974 રૂપિયાથી ઘટાડીને 4,383 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજનું કહેવું છે કે, મજબૂત અગાઉના ક્વાર્ટર પછી આ વખતે પ્રદર્શન પ્રમાણમાં નબળું રહ્યું હતું. DMart Ready નો ગ્રોથ અચાનક ઘટીને 5.5 ટકા થઈ ગયો અને કંપનીએ સાત શહેરોમાંથી બિઝનેસ બંધ કરી દીધો. જો કે, સારી પ્રોડક્ટ મિક્સના કારણે ગ્રોસ માર્જિનમાં સુધારો થયો હતો અને EBITDA માર્જિન પણ થોડું સારું રહ્યું હતું.

6 / 8
Motilal Oswal એ 'Buy' રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઇસ 4,750 રૂપિયાથી વધારીને 4,800 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજ માને છે કે, હાલમાં ગ્રોથની રફતાર ભલે ધીમી પડી હોય પરંતુ કંપનીનું વેલ્યુ-ફોર-મની બિઝનેસ મોડલ અને મજબૂત સ્ટોર ઇકોનોમિક્સ લાંબાગાળે સ્પર્ધાત્મકતા જાળવી રાખશે. રિપોર્ટમાં FY26-29 દરમિયાન રેવન્યુ, EBITDA અને નફામાં મજબૂત CAGR નો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

7 / 8
Axis Capital એ 'Add' રેટિંગ જાળવી રાખીને ટાર્ગેટ પ્રાઇસ 5,050 રૂપિયાથી ઘટાડીને 4,650 રૂપિયા કર્યો. Jefferies એ 'Hold' સાથે 4,500 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સેટ કર્યો છે. આ સિવાય Bernstein એ 'Outperform' સાથે 5,000 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત Morgan Stanley એ 'Overweight' સાથે 5,083 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. CLSA એ 'Buy' સાથે સૌથી વધુ 5,723 રૂપિયાનો લક્ષ્યાંક જાળવી રાખ્યો. Systematix એ 'Buy' રેટિંગ રાખતા લક્ષ્યાંક 4,324 રૂપિયાથી વધારીને 4,389 રૂપિયા કર્યો. Dolat Capital એ રેટિંગ 'Reduce' થી અપગ્રેડ કરીને 'Accumulate' કરી દીધું. જો કે, ટાર્ગેટ પ્રાઇસ સામાન્ય ઘટાડીને 4,580 રૂપિયા કર્યો.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

દિવાળી સુધીમાં સોનાનો ભાવ કેટલો હશે ? ખરીદતા પહેલા એક્સપર્ટ્સનું આ ગણિત સમજી લો

Follow Us
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય

બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'

'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ

મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા

ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ

RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો

મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video

સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video

ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ

g clip-path="url(#clip0_868_265)">