AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે આ GI Tag અને કઈ રીતે બદલી નાખે છે કોઈ પણ પ્રોડક્ટનું નસીબ ? જાણો મેળવવાની પ્રોસેસ અને ફાયદા

દાર્જીલિંગની ચા, કાશ્મીરી કેસર, બનારસી સાડી કે પછી હૈદરાબાદી હલીમ... આ બધી વસ્તુઓમાં એક વાત સામાન્ય છે અને તે છે 'GI Tag'. કોઈપણ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળવાથી માત્ર વૈશ્વિક સ્તરે તેની ઓળખ જ નથી વધતી, પરંતુ નકલી પ્રોડક્ટ્સ પર પણ રોક લાગે છે. ભારત સરકાર દ્વારા અત્યાર સુધી દેશની કેટલી અને કઈ કઈ અનોખી વસ્તુઓને આ ખાસ ટેગ આપવામાં આવ્યો છે અને તેની આખી પ્રોસેસ શું છે, તે આસાન ભાષામાં અહીં વાંચો.

શું છે આ GI Tag અને કઈ રીતે બદલી નાખે છે કોઈ પણ પ્રોડક્ટનું નસીબ ? જાણો મેળવવાની પ્રોસેસ અને ફાયદા
Image Credit source: Google
| Updated on: Jul 14, 2026 | 8:16 PM
Share

જીઆઈ ટેગ (GI Tag) શું હોય છે? કોઈ પણ પ્રોડક્ટને આ ટેગ મળવાથી શું ફરક પડે છે? જીઆઈ ટેગ મળવાની પ્રક્રિયા શું છે? ચાલો આ બધી જ જિજ્ઞાસાઓને અહીં સરળ ભાષામાં સમજીએ.

શું હોય છે GI Tag?

કોઈ પણ રીઝન (વિસ્તાર) નું જે પ્રાદેશિક ઉત્પાદન હોય છે, તેનાથી તે ક્ષેત્રની ઓળખ બને છે. તે ઉત્પાદનની ખ્યાતિ જ્યારે દેશ-દુનિયામાં ફેલાય છે, ત્યારે તેને પ્રમાણિત કરવા માટે એક કાનૂની પ્રક્રિયા થાય છે જેને જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઈન્ડિકેટર (Geographical Indications) કહેવામાં આવે છે.

1999માં બન્યો કાયદો

સંસદે ઉત્પાદનોના રજીસ્ટ્રેશન અને પ્રોટેક્શન (સંરક્ષણ) ને લઈને ડિસેમ્બર 1999માં એક અધિનિયમ પસાર કર્યો હતો. જેને અંગ્રેજીમાં Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999 કહેવામાં આવ્યો. આ કાયદો સપ્ટેમ્બર 2003માં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ભારતમાં જોવા મળતી વિશિષ્ટ પ્રોડક્ટ્સને જીઆઈ ટેગ આપવાનો સિલસિલો શરૂ થયો હતો.

આ ઉત્પાદનોને આપવામાં આવે છે GI Tag:

  • ખેતી સાથે જોડાયેલા ઉત્પાદનો (Agricultural Products): એટલે કે ખેતી સાથે સંબંધિત પ્રોડક્ટ્સ, જેમ કે – ઉત્તરાખંડના તેજપાત, બાસમતી ચોખા, દાર્જીલિંગ ટી, કોઈ ખાસ પ્રકારના મસાલા અને એવી પ્રોડક્ટ્સ જે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ પાકે છે.
  • હેન્ડીક્રાફ્ટ (હસ્તકલા – Handicrafts): જેમ કે બનારસની સાડી, ચંદેરી સાડી, મહારાષ્ટ્રના સોલાપુરની ચાદર, કર્ણાટકનું મૈસૂર સિલ્ક અને તમિલનાડુનું કાંચીપુરમ સિલ્ક.
  • ઉત્પાદિત વસ્તુઓ (Manufactured Goods): જેમ કે તમિલનાડુનું ઈસ્ટ ઈન્ડિયા લેધર, ગોવાની ફેની, ઉત્તર પ્રદેશના કન્નૌજનો અત્તર (પરફ્યુમ) વગેરે.
  • ખાદ્ય સામગ્રી (ખાનપાન – Foodstuff): આંધ્રપ્રદેશના તિરુપતિના લાડુ, રાજસ્થાનની બીકાનેરી ભુજિયા, તેલંગાણાના હૈદરાબાદની હલીમ, પશ્ચિમ બંગાળના રસગુલ્લા અને મધ્યપ્રદેશના કડકનાથ મરઘા.

કઈ રીતે મળે છે GI Tag?

કોઈ પણ પ્રોડક્ટ માટે GI Tag મેળવવા માટે વિધિવત અરજી કરવી પડે છે. આ માટે જે-તે વિસ્તારમાં તે ઉત્પાદન બનાવતા લોકોનું એસોસિએશન અપ્લાય કરી શકે છે. આ સિવાય કોઈ કલેક્ટિવ બોડી (સામૂહિક સંસ્થા) પણ અપ્લાય કરી શકે છે. સરકારી સ્તરેથી પણ આ માટે અરજી કરી શકાય છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે?

જીઆઈ ટેગ માટે અપ્લાય કરનારાઓએ એ સ્પષ્ટ કરવું પડશે કે તેમને આ ટેગ શા માટે આપવામાં આવે. માત્ર મૌખિક કહેવાથી કામ નહીં ચાલે, તેનો પાકો પુરાવો પણ આપવો પડશે. પ્રોડક્ટની યુનિકનેસ અને તેના ઐતિહાસિક વારસા વિશે વિગતો આપવી પડશે. જો તે જ સમાન પ્રોડક્ટ પર કોઈ બીજો પક્ષ દાવો કરે છે, તો તમારું ઉત્પાદન કઈ રીતે મૌલિક અને અસલી છે તે સાબિત કરવું પડશે. ત્યારબાદ સંબંધિત સંસ્થા પુરાવાઓ અને તર્કોની બારીકાઈથી તપાસ કરે છે અને તમામ ધોરણો પર ખરી ઉતર્યા બાદ જ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે છે.

અરજી ક્યાં કરવાની હોય છે?

આ માટે ‘Controller General of Patents, Designs and Trade Marks’ (CGPDTM) ની ઓફિસમાં અરજી કરવાની હોય છે. તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં આ સંસ્થાનું હેડક્વાર્ટર આવેલું છે. આ સંસ્થા એપ્લિકેશન ચેક કરશે અને જોશે કે કરાયેલો દાવો કેટલો સાચો છે. પૂરી તપાસ કરીને સંતોષ થયા પછી જ તે પ્રોડક્ટને જીઆઈ ટેગનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

10 વર્ષ માટે મળે છે આ ટેગ

જીઆઈ ટેગનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેનો ઉપયોગ માત્ર તે જ પ્રદેશનો નિર્ધારિત સમુદાય કરી શકે છે. જેમ કે ઓડિશાના રસગુલ્લા માટે જે લોગો મળ્યો છે, તેનો ઉપયોગ ઓડિશાના લોકો જ પોતાના રસગુલ્લાના બોક્સ પર કરી શકે છે. જીઆઈ ટેગ 10 વર્ષના સમયગાળા માટે મળે છે. જો કે, 10 વર્ષ પૂરા થયા બાદ તેને કાયદેસર રીતે રિન્યુ કરાવી શકાય છે. જીઆઈ ટેગ મળવાથી તે પ્રોડક્ટનું વૈશ્વિક મૂલ્ય અને તેની સાથે જોડાયેલા સ્થાનિક કારીગરોની અહેમિયત ખૂબ વધી જાય છે. બજારમાં મળતી નકલી કે ફેક પ્રોડક્ટ્સને રોકવામાં મોટી મદદ મળે છે અને સ્થાનિક લોકોને આર્થિક રીતે મોટો ફાયદો થાય છે.

ભારતમાં અત્યાર સુધી કોને-કોને મળ્યો છે GI Tag?

ભારતમાં જીઆઈ ટેગ આપવાની શરૂઆત વર્ષ 2004-05માં થઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘દાર્જીલિંગ ચા’ (Darjeeling Tea) દેશનું પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર ઉત્પાદન બન્યું હતું. ત્યારથી લઈને વર્ષ 2026ની શરૂઆત સુધીમાં ભારતમાં અંદાજે 658થી વધુ પ્રાદેશિક ઉત્પાદનોને સફળતાપૂર્વક જીઆઈ ટેગ આપવામાં આવી ચૂક્યો છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ 70થી વધુ ટેગ સાથે દેશમાં પ્રથમ અને તમિલનાડુ 65થી વધુ ટેગ સાથે બીજા ક્રમે આવે છે. આ લાંબી યાદીમાં બિહારની મધુબની પેઇન્ટિંગ અને શાહી લીચી, ગુજરાતની ગીરની કેસર કેરી અને પાટણના પટોળા, કાશ્મીરનું પ્રખ્યાત કેસર અને પશ્મિના શૉલ, મહારાષ્ટ્રની હાફુસ (અલ્ફોન્સો) કેરી અને નાગપુરના સંતરા, મધ્યપ્રદેશના ચંદેરી ફેબ્રિક, કર્ણાટકનું મૈસૂર સેન્ડલ સોપ, આસામની મૂગા સિલ્ક, અને ગોવાની ફેની જેવા સેંકડો વિશિષ્ટ કૃષિ, ખાદ્ય અને હસ્તકલાના ઉત્પાદનોનો સમાવેશ થાય છે જે આજે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.

ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો, અગાઉ મળેલા ગીરની કેસર કેરી, પાટણના પટોળા, ભાલિયા ઘઉં અને સંખેડાના ફર્નિચરની યાદીમાં હવે નવો અને ઐતિહાસિક ઉમેરો થયો છે. જેમાં કચ્છની દેશી ખારેક (ખજૂર), જામનગરની જગવિખ્યાત બાંધણી અને અંબાજીના વ્હાઇટ માર્બલની સાથે-સાથે એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝાના પ્રખ્યાત જીરૂ (Cumin) અને વરિયાળી (Fennel) ને સત્તાવાર રીતે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ઊંઝાના જીરૂ-વરિયાળીની વિશિષ્ટ ગુણવત્તા, સુગંધ અને સ્વાદને કારણે વૈશ્વિક સ્તરે ભારતની આ બ્રાન્ડને એક અનોખી વૈશ્વિક ઓળખ મળી છે, જે ભેળસેળવાળા નકલી માલ સામે રક્ષણ આપશે અને ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સારા ભાવ અપાવશે.

ઉંઝાના જીરું-વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના મસાલાને મળી વૈશ્વિક ઓળખ!

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">