AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 968 દિવસ બાદ વન-ડે રમવા ઉતર્યો અને એકસાથે ‘2 મોટા રેકોર્ડ’ તોડી નાખ્યા

લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરતાની સાથે જ જસપ્રિત બુમરાહે મેદાન પર પોતાનો કમાલ બતાવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ધમાકેદાર બોલિંગ કરીને બુમરાહે રવિન્દ્ર જાડેજા અને અજીત અગરકર જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

Breaking News: 968 દિવસ બાદ વન-ડે રમવા ઉતર્યો અને એકસાથે '2 મોટા રેકોર્ડ' તોડી નાખ્યા
Image Credit source: Cricinfo
| Updated on: Jul 14, 2026 | 7:58 PM
Share

વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ બાદ જસપ્રિત બુમરાહ વન-ડે ક્રિકેટ રમવા માટે મેદાન પર ઊતર્યો છે. લાંબા સમય પછી મેદાન પર ઉતરેલા બુમરાહે પોતાની પહેલી જ વન-ડે મેચમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.

તેણે હેરી બ્રુકની વિકેટ લઈને રવિન્દ્ર જાડેજાના રેકોર્ડને તોડી નાખ્યો છે. સાથે જ વન-ડે કરિયરમાં એક ખાસ મુકામ મેળવ્યો છે. બર્મિંગહામમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડીએ ઇંગ્લિશ બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા.

ખાસ કરીને બુમરાહે જેકબ બેથલ-બેન ડકેટને પોતાની સ્વિંગ અને સ્પીડથી બાંધી રાખ્યા. બંનેને આક્રમક શોટ રમવાની એક પણ તક ન આપી. બુમરાહે પોતાની સ્પેલની પહેલી ચાર ઓવરમાં માત્ર 8 રન આપ્યા.

બીજી સ્પેલની પહેલી ઓવરના પહેલા જ બોલ પર વિકેટ

બીજા છેડેથી ગુરનૂરે આ દબાણનો ફાયદો ઉઠાવ્યો અને જેકબ બેથલ તથા બેન ડકેટને આઉટ કર્યા. ત્યારબાદ શુભમન ગિલે જસપ્રિત બુમરાહને બીજી સ્પેલ માટે બોલાવ્યો. બુમરાહે પોતાની બીજી સ્પેલની પહેલી ઓવરના પહેલા જ બોલ પર સફળતા મેળવી. 14મી ઓવરના પહેલા બોલ પર બુમરાહે હેરી બ્રુકને સ્લિપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો.

અગરકર અને પઠાણને છોડ્યા પાછળ

આ વિકેટની સાથે જ જસપ્રિત બુમરાહે પોતાની વન-ડે કરિયરની 150મી વિકેટ ઝડપી લીધી. તેણે સૌથી ઓછી બોલમાં 150 વન-ડે વિકેટ લેવાના મામલામાં અજીત અગરકરને પાછળ છોડી દીધો. ખાસ વાત એ છે કે, બુમરાહે 4605 બોલમાં પોતાની 150 વિકેટ પૂરી કરી.

સૌથી ઓછા બોલમાં 150 ODI વિકેટ (ભારત):

  • 4070 – મોહમ્મદ શમી
  • 4513 – કુલદીપ યાદવ
  • 4605 – જસપ્રિત બુમરાહ
  • 5027 – અજીત અગરકર
  • 5131 – ઇરફાન પઠાણ

ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ

સાથે જ રવિન્દ્ર જાડેજાને પાછળ છોડીને બુમરાહ ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડમાં 31મી વિકેટ મેળવી.

આ પહેલા રવીન્દ્ર જાડેજાએ વન-ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં 30 વિકેટ લીધી હતી. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં હવે બુમરાહ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.

ઇંગ્લેન્ડમાં ભારત માટે સૌથી વધુ વન-ડે વિકેટ:

  1. 31 – જસપ્રિત બુમરાહ
  2. 30 – રવિન્દ્ર જાડેજા
  3. 28 – ભુવનેશ્વર કુમાર
  4. 27 – મદન લાલ
  5. 26 – મોહમ્મદ શમી

‘BCCI’ લેશે ‘મોટો નિર્ણય’… ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફારના સંકેત, હવે આ દિગ્ગજ આપશે ‘રાજીનામું’

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">