Ahmedabad : અહીં મહિલાઓને મળશે પ્રસંગોપાત સુંદર મજાની સાડીઓ અને એ પણ ફ્રી, જાણો

લાયબ્રેરી અનેક પ્રકારની હોય છે જેમકે વાંચવાની લાઇબ્રેરી, જર્નલ્સની લાઇબ્રેરી, ફોનોગ્રાફ્સ લાયબ્રેરી, ચિત્રાત્મક લાયબ્રેરી અને દ્રશ્ય-શ્રાવ્ય લાઇબ્રેરી પરંતુ અમદાવાદમાં સાડીની લાયબ્રેરી તૈયાર કરાઇ છે. આ સાડીની લાયબ્રેરી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને અન્ય મહિલાઓને પ્રસંગોપાત સુંદર મજાની સાડીઓ પેહરવા માટે અપાય છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:21 PM
અમદાવાદ શહેરની અંદર બુક્સની લાઈબ્રેરી તો આપે ઘણી જોઈ છે પરંતુ અમદાવાદ પૂર્વના મેમકો વિસ્તારમાં આવેલી છે એક સાડીની લાઈબ્રેરી છે. જ્યારે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તે મોંઘી અને સુંદર સાડી પહેરે પરંતુ દરેક સ્ત્રી માટે મોંઘી અને ફેશનેબલ સાડી ખરીદવી શક્ય નથી હોતી.

1 / 6
સ્ત્રીઓ માટે આ સંસ્થા દ્વારા નિશુલ્ક પણે સાડીઓ પેહરવા માટે આપવામાં આવે છે. આ સંસ્થામાં 500 રૂપિયા થી લઈ અને 20 હજાર રૂપિયા સુધીની વિવિધ પ્રકારની અલગ અલગ વેરાઈટીની સાડીઓ ઉપલબ્ધ છે. જે કોઈ પણ સ્ત્રી પ્રસંગોપાત પેહરવા માટે લઈ જઈ શકે છે.

2 / 6
આ લાઈબ્રેરીનું સંચાલન ભારત વિકાસ પરિષદની 50 જેટલી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંચાલન કરનાર મહિલાઓનું કેહવુ છે કે આ નવતર પ્રયોગના લાભ ઘણી બધી મહિલાઓ લઈ રહી છે. કેમ કે, આ સ્ટાઈલથી તેમની મોંઘી સાડીઓ પહેરવાની ઈચ્છા પૂરી થાય છે. તેમજ તેઓ અવનવી મોંઘી સાડીઓ વારંવાર પહેરવાનો લ્હાવો લઈ શકે છે.

3 / 6
ઘરમાં જે પ્રસંગ હોય તેના અનુરૂપ અને તહેવારના અનુરૂપ પોતાની પસંદની મોંઘી સાડીઓ મહિલાઓ આ લાઈબ્રેરીની સુવિધા થી પહેરી શકે છે. આવા મોંઘવારીના સમયમાં ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવે તો ત્યારે અહીંયાથી સાડી લઇને પેહરી લેવાથી આર્થિક બજેટ પણ સચવાઈ જાય છે.

4 / 6
ઘણી વખત મહિલાઓ શુભ પ્રસંગ માટે ઘણી મોંઘી સાડીઓ ખરીદતી હોય છે જે બાદ આ સાડી બે-ત્રણ વખત પહેર્યા પછી તેનો ઉપયોગ કરતી નથી અને પછી જો પાછો પ્રસંગ આવે ત્યારે નવી પેટન્ટના નવા કપડા ખરીદીએ છે. ત્યારે આ માટે મોંઘી સાડીની ખરીદી નહીં કરવી પડે જેને લઈ આ લાઈબ્રેરી શરૂ કરાઇ છે.

5 / 6
લાઈબ્રેરીમાં કબાટમાં ખૂબ જ સારી રીતે સચવાયેલી આ સાડીઓ અલગ અલગ મહિલાઓ દ્વાર આ સંસ્થાને દાનમાં આપવામાં આવે છે. આ સાડીઓનો સંગ્રહ કરીને એક સુંદર મજાની લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે. આ કપડા સમાજના દરેક વર્ગના અને કોઈ પણ પરિવારના લોકો આવીને લઈ શકે છે. મહિલાઓને એક પણ રૂપિયા લીધા વગર ભાડે સાડીઓ આપવામાં આવે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">