અમદાવાદમાં ભાડે રહેવા માટે ખૂબ સસ્તા છે આ વિસ્તાર, જાણો તમારા નજીકનો વિસ્તાર કયો
જો તમે અમદાવાદમાં ઓછી કિંમતમાં ભાડે રહેવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને અમદાવાદના કેટલાક વિસ્તારો વિશે જણાવીશુ. જે રહેવા માટે પોકેટ-ફ્રેન્ડલી વિસ્તાર હોવા ઉપરાંત અહીં તમને જીવન માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ઘર મળી રહે છે.

અમદાવાદમાં ઘર ભાડે લેવાની યોજના બનાવતા લોકો માટે આ સમાચાર ખૂબ જ કામના છે. એક રિસર્ચ મુજબ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ઓછા ભાડામાં સારી સુવિધાઓ સાથે ઘરો ઉપલબ્ધ છે. આ વિસ્તારો ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો અને નાના પરિવાર માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે.અમદાવાદના કેટલાક વિસ્તારો ભાડા બાબતમાં શહેરના અન્ય વિસ્તારોની તુલનાએ ઘણી વધુ કિફાયતી ગણાય છે.

વસ્ત્રાલ વિસ્તારમાં 2 BHK ફ્લેટ માટે સરેરાશ ભાડું ₹7,500 - 20,000 હોય છે, જ્યારે 3 BHK ફ્લેટ માટે ભાડું અંદાજે ₹15,000 થી ₹25,000 સુધી રહે છે. આ વિસ્તાર ઝડપથી વિકાસ પામતો અને કિફાયતી રહેઠાણ માટે ઓળખાય છે.

નિકોલ વિસ્તારમાં 2 BHK માટે ભાડું સરેરાશ ₹5,000 થી ₹22,000 હોય છે અને 3 BHK માટે ₹14,000 થી ₹26,000 સુધી ભાડું લેવામાં આવે છે. અહીં શાંતિભર્યું વાતાવરણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનાથી નિકોલ મધ્યમ વર્ગ માટે લોકપ્રિય બની રહ્યો છે. (Pic- magicbricks)

ગોતા વિસ્તારમાં 2 BHK માટે ભાડું અંદાજે ₹6,000 થી ₹23,300 છે અને 3 BHK માટે ₹35,000 થી ₹50,000 સુધી રહે છે.

મોટેરા વિસ્તારમાં 2 BHK ફ્લેટનું ભાડું ₹11,000 થી ₹24,000 છે, અને 3 BHK માટે ₹15,000 થી ₹40,000 છે.

નાના ચિલોડા વિસ્તારમાં 2 BHK ફ્લેટનું ભાડું ₹8,000 થી ₹12,000 છે અને 3 BHK માટે ₹10,000 થી ₹17,000 સુધી ભાડું લાગે છે.

ચાંદખેડા વિસ્તારમાં 2 BHK ફ્લેટ માટે સરેરાશ ભાડું ₹7,000 થી ₹25,000 સુધી છે, જ્યારે 3 BHK ફ્લેટ માટે ભાડું અંદાજે ₹10,000 થી ₹55,000 સુધી હોય છે.

નવા નરોડા વિસ્તારમાં 2 BHK માટે ભાડું ₹ 7,500 થી ₹20,000 છે, જ્યારે 3 BHK માટે ₹12,000 થી ₹20,000 સુધી રહે છે.

(નોંધ- આ તમામ વિસ્તારમાં ભાડુ આસપાસના લોકેશન,ઘર જુનુ છે કે નવુ, ઘરનો એરિયા(સાઇઝ) એટલે કે ઘર 1BHK, 2BHK કે 3 BHK છે તેના પર અને ઘરમાં ફર્નિચર સહિતની સુવિધા પર આધારિત હોય છે. જેથી અહીં આપવામાં આવેલી માહિતીમાં ઘરની સુવિધાઓને આધારે ફેરફાર હોઇ શકે છે.)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































