લગ્ન બાદ પતિ આદિત્ય ધરની ફિલ્મોમાં કામ કરશે યામી ગૌતમ? એક્ટ્રેસે આપ્યો આ જવાબ

યામી ગૌતમ તેના અંગત જીવન વિશે વધુ વાત કરતી નથી, પરંતુ હવે અભિનેત્રીએ પતિ આદિત્ય વિશે વાત કરી અને લગ્ન પછી આવેલા ફેરફારો વિશે પણ વાત કરી.

1/5
યામી ગૌતમ તેના અંગત જીવન વિશે વધુ બોલતી નથી. તે આદિત્ય ધર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે આ વાતની કોઈને જાણ થવા દીધી ન હતી.

2/5
યામીએ ગયા વર્ષે અચાનક જ ચાહકોને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે આદિત્ય સાથેના તેના લગ્નના ફોટા શેર કર્યા. કોઈને ખબર નહોતી કે યામી લગ્ન કરવા જઈ રહી છે. યામીએ હિમાચલમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા.

3/5
હવે યામીએ ગલ્ફ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન પછીના તેના જીવન વિશે જણાવ્યું હતું કે, અમારો લગ્ન કરવાનો નિર્ણય જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. હું વિશ્વાસ નથી કરી શક્તી કે અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે કારણ કે હું એક સેટથી બીજા સેટ પર જવામાં વ્યસ્ત છું. લગ્ન પછીના બીજા દિવસે, આદિત્યએ મને પૂછ્યું કે લગ્ન પછી તું શું બદલાવ અનુભવે છે કારણ કે અગાઉ અમે આટલા બધા મળી શકતા ન હતા.

4/5
આ દરમિયાન યામીને પૂછવામાં આવ્યું કે શું તે આદિત્ય સાથે વધુ પ્રોજેક્ટ્સમાં કામ કરશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, આદિત્ય ધર સાથે લગ્ન કરવાનો ફાયદો તેની ફિલ્મોમાં અભિનય કરવા કરતાં વધુ છે.

5/5
યામીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હવે તે દસવી, અ થર્સડે, લોસ્ટ અને ઓહ માય ગોડ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati