AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગોવિંદા અને સુનિતા છૂટાછેડાની અફવા પર દીકરી ટીના આહુજાએ મૌન તોડ્યું, કહ્યું 2 વર્ષ સારા રહ્યા નથી

Govinda : લાંબા સમયથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાના છૂટછેડાની અફવા સામે આવી રહી છે. હાલમાં સુનિતાએ વાત વાતમાં ગોવિંદાના એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ ઈશારો કર્યો હતો. આ વચ્ચે હવે ગોવિંદા અને સુનિતા વચ્ચે સંબંધો સારા ન હોવા પર દીકરી ટીના આહુજાનું રિએક્શન સામે આવ્યું છે.

Breaking News : ગોવિંદા અને સુનિતા છૂટાછેડાની અફવા પર દીકરી ટીના આહુજાએ મૌન તોડ્યું, કહ્યું 2 વર્ષ સારા રહ્યા નથી
| Updated on: Mar 11, 2026 | 10:52 AM
Share

Tina Ahuja on Govinda and Sunita : બોલિવુડના હીરો નંબર 1 કહેવાતા ગોવિંદા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. થોડા મહિનાથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યા છે. વધુમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ છૂટાછેડા લેવા તરફ પણ આગળ વધી શકે છે. પરંતુ હજુ સુધી ગોવિંદા કે સુનિતા બંન્નેમાંથી કોઈએ પબ્લિકલી આ વિશે કાંઈ કહ્યું નથી.

આ કપલની દીકરી ટીના આહુજાએ પોતાના માતા-પિતા ગોવિંદા અને સુનિતા આહુજાના છુટાછેડાની અફવા વિશે પણ વાત કરી છે. આ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે, છેલ્લો કેટલાક સમય તેના માટે સારો રહ્યો નથી.

સુનિતા આહુજા પોતાની યુટ્યુબ ચેનલ પર ખુબ એક્ટિવ રહે છે. મંગળવારના રોજ પોસ્ટ કરેલા સુનિતાના લેટેસ્ટસ બ્લોગ તેની દીકરી ટીના આહુજાએ હેન્ડલ કર્યો હતો. તેમણે વુમન્સ ડે પર પોતાની માતાને સરપ્રાઈઝ આપ્યું અને એક સોલિટેયર રિંગ પણ ગિફટ કરી હતી. ટીનાએ પોતાના માતા-પિતાની છુટાછેડાની અફવાઓ વિશે પણ વાત કરી અને કહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં બધું સારું નથી રહ્યું.

ટીના આહુજાએ શું કહ્યું?

બ્લોગની શરુઆત ટીનાએ અનાઉન્સ કર્યું કે, તે સુનિતા આહુજાને સરપ્રાઈઝ આપવા માટે તેનો બ્લોગ હાઈજેક કરી રહી છે. તેમણે કહ્યું આપણે મહિલાઓ બીજા માટે બહુ બધું કરીએ છીએ. તેમજ આપણા વિશે ક્યારેય વિચારતી નથી. આ માટે હું મારી ફેવરિટ વુમન માટે કાંઈ ખાસ કરવાનું વિચારી રહી છું. ત્યારબાદ સ્ક્રીન પર ગોવિંદા અને સુનિતાના ડિવોર્સનો રિપોર્ટ ફ્લેશ થયો હતો. ટીનાએ આ અફવાઓ પર વાત કરતા કહ્યું 2 વર્ષ સારા રહ્યા નથી. ખુબ ઉતાર-ચઢાવ આવ્યા હતા.

ગોવિંદા પર લગાવ્યો હતો આરોપ

તમને જણાવી દઈએ કે, આ પહેલા સુનિતા આહુજાએ ગોવિંદા પર કોમલ નામની એક અભિનેત્રી સાથે અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પરંતુ ગોવિંદાએ આ તમામ દાવા ખોટા ગણાવ્યા હતા. ટીનાએ સુનિતાને એક રિંગ પણ ગિફટ કરી હતી. આ વિશે વાત કરતા સુનિતાએ કહ્યું ટીના એક જ્વેલરી ડિઝાઈનરની કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. આ એક ગિફ્ટ છે જે તેમણે મને આપ્યું છએ. ટીનાએ વચ્ચેમાં તેને રોકતા કહ્યું પરંતુ આ તે બ્રાન્ડ નથી. સુનિતાએ કહ્યું તેમણે પોતાના પૈસાથી આ રિંગ ગિફ્ટ કરી છે.આ મારા કલેક્શનમાં બીજી એક સોલિટેર રિંગ છે. હવે મારે તે યશને ભેટમાં આપવી પડશે.”

ગોવિંદાની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ,જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે જામનગરમાં પેટ્રોલ માટે લોકોની દોડધામ
પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે જામનગરમાં પેટ્રોલ માટે લોકોની દોડધામ
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">