પલાળેલી બદામ ખાવાના અઢળક ફાયદા: હૃદય, મગજ અને ત્વચામાં જોવા મળશે અણધાર્યો બદલાવ
બદામને પોતાના ગુણોના કારણે સુપરફૂડ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તેને આખી રાત પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તેના સ્વાસ્થ્ય લાભો અનેક ગણા વધી જાય છે. શું તમે જાણો છો કે દરરોજ પલાળેલી બદામ ખાવાથી તમારા શરીર પર શું અસર થશે? જાણો વિગતે.

બદામ એક સુપરફૂડ છે, જેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન E અને સારા ફેટ્સ હોય છે. પરંતુ જ્યારે તમે તેને આખી રાત પલાળીને ખાઓ છો, ત્યારે તેના ફાયદા અનેકગણા વધી જાય છે. તમે પણ વિગતે તેના ફાયદા જાણો.

પાચનતંત્રમાં સુધારો - બદામની છાલમાં ટેનિન નામનું તત્ત્વ હોય છે, જે પાચનમાં મુશ્કેલી ઊભી કરે છે. પલાળવાથી આ ટેનિન દૂર થાય છે અને પાચક એન્ઝાઇમ્સ સક્રિય થાય છે. બદામ સરળતાથી પચી જાય છે, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે, અને શરીર તેના પોષક તત્ત્વોને વધુ સારી રીતે શોષી શકે છે.

હૃદય માટે વરદાન - બદામમાં વિટામિન E અને અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. આ તત્ત્વો ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થતું રોકે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.

પોષક તત્ત્વોનો મહત્તમ લાભ - બદામને પલાળવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. વિટામિન E, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્ત્વો શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે, જેનાથી તમારા એકંદરે સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

વજન ઘટાડવામાં મદદ : બદામમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું સારું સંતુલન છે. સવારે પલાળેલી બદામ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તમે બિનજરૂરી નાસ્તો કરવાની જરુર પડતી નથી.

મગજના સ્વાસ્થ્ય માટે વરદાન: બદામને 'બ્રેન ફૂડ' કહેવામાં આવે છે કારણ કે તેમાં રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન જેવા મગજ માટે જરૂરી પોષક તત્ત્વો હોય છે. દરરોજ ખાવાથી તમારી યાદશક્તિ (Memory) અને એકાગ્રતા (Concentration) માં સુધારો થાય છે.

ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય : વિટામિન E અને એન્ટીઑકિસડન્ટ શરીરમાં કોષોને થતા નુકસાનને રોકે છે. નિયમિત સેવનથી તમારી ત્વચા વધુ મુલાયમ બને છે, સમય પહેલા વૃદ્ધત્વ અટકે છે અને વાળ પણ મજબૂત તથા સ્વસ્થ બને છે.
Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ સમસ્યા અથવા પ્રશ્નો માટે નિષ્ણાતની સલાહ લો.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
