કેજરીવાલ જેલમાં રહેશે કે પછી તેમને રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે ચુકાદો
આજે હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપશે. 3 એપ્રિલે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી તેમને રાહત મળશે? આ અંગે આજે નિર્ણય લેવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2.30 વાગ્યે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ તેમની (કેજરીવાલની) અરજી પર ચુકાદો આપશે. આ પહેલા હાઈકોર્ટે 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલી સતત વધી રહી છે. તેઓ વિરૂદ્ધ EDએ જે આરોપ લગાવ્યા તે ગંભીર હતા અને ત્યારબાદ પુછપરછ સંદર્ભે રિમાન્ડ મંજૂર થયા હતા.
કેસની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી
તમને જણાવી દઈએ કે કેજરીવાલે 22 માર્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડ પસાર કરવાના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા હતા.
આ કેસની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. બંને પક્ષો (ED અને કેજરીવાલ)ની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કાયદો સમાન રીતે લાગુ થાય છે
છેલ્લી સુનાવણીમાં ઇડીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડમાંથી ‘મુક્તિ’નો દાવો કરી શકતા નથી, કારણ કે કાયદો સમાન રીતે લાગુ થાય છે, તેને માટે અને સામાન્ય માણસ માટે.
CBI માગી શકે કેજરીવાલનો કબ્જો
માનવામાં આવી રહ્યુ છે કે EDનો કબ્જો સમાપ્ત થયા બાદ સીબીઆઈ પણ કેજરીવાલનો કબ્જો માગી શકે છે. કેજરીવાલની ધરપકડનું ગ્રાઉન્ડ પણ સીબાીઆઈની તપાસના આધાર પર નક્કી થયું હતું. સીબીઆઈએ જ આખા મામલે સિસોદીયા, લીકર કંપનીઓ અને તેમના માલિકો સામે કેસ કર્યો હતો. સીબીઆઈ એ પહેલી કેન્દ્રીય એજન્સી છે કે જેણે કેસ નોંધ્યો હતો, જેની તપાસ આગળ વધી ત્યારે ઈડીએ સીબીઆઈની FIRના આધાર પર કેસ રજિસ્ટર કર્યો હતો. અને આ તમામ કારણોસર એવું લાગી રહ્યુ છે કે જેવી EDની કાર્યવાહી પુરી થાય કે તુરંત કેજરીવાલની તપાસ CBI હાથ પર લેશે