Nagpur: પીએમ મોદી નાગપુરમાં RSS હેડ ક્વાટર્સ પહોચ્યા, મોહન ભાગવતને મળ્યાં, હેડગેવાર-ગોલવલકરને અર્પી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી, પહેલી વાર નાગપુર સ્થિત RSS મુખ્યાલયની મુલાકાત લીધી. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે RSS શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન મોદીની ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 માર્ચે મહારાષ્ટ્રના નાગપુરની એક દિવસની મુલાકાતે છે, જ્યાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્થાપક ડૉ. કે.બી. હેડગેવારના સ્મારકની મુલાકાત લીધી હતી અને દીક્ષાભૂમિ ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ગુડી પડવાના અવસર પર નાગપુરમાં RSSનો એક કાર્યક્રમ યોજાવાનો છે.
પ્રધાનમંત્રી હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી અને RSSના સ્થાપક સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી. નાગપુરના રેશીમબાગ વિસ્તારમાં આવેલા ડો. હેડગેવાર સ્મૃતિ મંદિરમાં ડો. હેડગેવાર અને બીજા આરએસએસ સરસંઘચાલક એમએસ ગોલવલકરના સ્મારકો આવેલા છે.
#WATCH | Maharashtra | PM Narendra Modi pays floral tribute to RSS founder Keshav Baliram Hedgewar at RSS’ Smruti Mandir in Nagpur
RSS chief Mohan Bhagwat is also present
(Source -ANI/DD) pic.twitter.com/6gV2kfXyrK
— ANI (@ANI) March 30, 2025
પ્રધાનમંત્રીનો કાર્યક્રમ શું છે?
પીએમ મોદી આજે નાગપુરની મુલાકાતે છે. હિન્દુ નવા વર્ષ, ગુડી પડવા નિમિત્તે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત નાગપુરમાં એક મંચ પર આવશે. તે દરમિયાન, તેઓ માધવ આંખની હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે. આ પહેલા, પીએમ આરએસએસના રેશીમબાગ ખાતે સ્થિત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની પણ મુલાકાત લેશે. તે અહીં 15 મિનિટ રોકાશે. અહીં RSSના ભૂતપૂર્વ મહાસચિવ ભૈયાજી જોશી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ પીએમ મોદી ડૉ. હેડગેવાર અને એમએસ ગોલવલકરની સમાધિ પર પુષ્પ અર્પણ કરશે. તેઓ થોડા સમય માટે સંઘના કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન RSS વડા મોહન ભાગવત પણ હાજર રહેશે.
પીએમ મોદી પહેલી વાર RSS મુખ્યાલય પહોંચશે
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પહેલી વાર RSS મુખ્યાલયની મુલાકાત લેશે. અટલ બિહારી વાજપેયી પણ પ્રધાનમંત્રી હતા ત્યારે સંઘ કાર્યાલયની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, RSS વડા મોહન ભાગવત અને વડા પ્રધાન એક મંચ પર સાથે રહેશે, આ પહેલા બંને અયોધ્યામાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બન્ને સાથે એક મંચ પર હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે RSS તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન મોદીનું સંઘના રેશીમબાગ સ્થિત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરમાં આગમન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે.
ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે
આરએસએસ સ્મૃતિ મંદિરમાં થોડો સમય વિતાવ્યા બાદ, પ્રધાનમંત્રીનો કાફલો દીક્ષાભૂમિ જવા રવાના થશે. પ્રધાનમંત્રી દીક્ષા ભૂમિ પર 15 મિનિટ પણ રોકાશે. દીક્ષાભૂમિ એ સ્થળ છે જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1956માં બૌદ્ધ ધર્મમાં દીક્ષા લીધી હતી. ટ્રસ્ટે આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટ્રસ્ટીએ કહ્યું કે આ પહેલા પણ પ્રધાનમંત્રી દીક્ષા ભૂમિની મુલાકાત લઈ ચૂક્યા છે.
માધવ નેત્રાલય કેન્દ્રનો શિલાન્યાસ
ત્યાંથી પ્રધાનમંત્રી સીધા માધવ નેત્રાલયના ભૂમિપૂજનમાં પહોંચશે. પ્રધાનમંત્રી ભૂમિપૂજન સ્થળે લગભગ દોઢ કલાક રોકાશે, RSS વડા મોહન ભાગવત પણ તેમની સાથે સ્ટેજ પર હાજર રહેશે. માધવ નેત્રાલય સેન્ટરનો શિલાન્યાસ સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવત, સ્વામી અવધેશાનંદ ગિરિ, ગોવિંદ ગિરિ મહારાજ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહેશે. માધવ નેત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે તે મકાન 5.83 એકર વિસ્તારમાં ૫ લાખ ચોરસ ફૂટનું હશે. આ 250 બેડની આંખની હોસ્પિટલમાં 14 OPD અને 14 મોડ્યુલર OT હશે.
હવાઈ પટ્ટીનું ઉદ્ઘાટન
માધવ નેત્રાલયથી પ્રધાનમંત્રી એરપોર્ટ જવા રવાના થશે. એરપોર્ટ પહોંચ્યા પછી, તેઓ હેલિકોપ્ટર દ્વારા સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડના શસ્ત્રાગાર સુવિધાની પણ મુલાકાત લેશે. અહીં તેઓ માનવરહિત હવાઈ વાહનો (UAV) માટે નવા બનેલા 1,250 મીટર લાંબા અને 25 મીટર પહોળા રનવેનું ઉદ્ઘાટન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી લોઇટરિંગ મ્યુનિશન અને અન્ય માર્ગદર્શિત મ્યુનિશનના પરીક્ષણ માટે સ્થાપિત લાઇવ મ્યુનિશન અને વોરહેડ પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તે લગભગ અડધો કલાક સોલાર કંપનીમાં રહેશે. ત્યારબાદ, તેઓ હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ આવશે અને બપોરે 1:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી તેમના આગામી કાર્યક્રમ માટે રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગતા તમામ સમાચારો જાણવા માટે આપ અમારા ટોપિક પેજ પર ક્લિક કરો.