TV9 નેટવર્કમાં વધુ એક પ્રાદેશિક ચેનલનો ઉમેરો, TV9 Bangla આવતીકાલે થશે લોન્ચ

TV9  નેટવર્ક પત્રકારત્વના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવાની સાથે સાથે સફળતાના શિખરો પર સર કરી રહ્યું છે. જેમાં TV9 નેટવર્ક તેની પાંચ પ્રાદેશિક ભાષાની  ચેનલના સફળ સંચાલન બાદ હવે છઠ્ઠી પ્રાદેશિક ચેનલને પોતાની યશકલગીમાં 14 જાન્યુઆરીથી ઉમેરવા જઈ રહી છે.

TV9 નેટવર્કમાં વધુ એક પ્રાદેશિક ચેનલનો ઉમેરો, TV9 Bangla આવતીકાલે થશે લોન્ચ

TV9  નેટવર્ક પત્રકારત્વના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવાની સાથે સાથે સફળતાના શિખરો પર સર કરી રહ્યું છે. જેમાં TV9 નેટવર્ક તેની પાંચ પ્રાદેશિક ભાષાની  ચેનલના સફળ સંચાલન બાદ હવે છઠ્ઠી પ્રાદેશિક ચેનલને પોતાની યશકલગીમાં 14 જાન્યુઆરીથી ઉમેરવા જઈ રહી છે. બંગાળ મહાપુરુષોની ધરા છે. જેમના વ્યક્તિત્વ અને મેઘાએ દેશને નવી દિશા આપી છે. નવો રાહ ચીંધ્યો છે. TV9 તેલગુ, TV9 મરાઠી, TV9 ભારત વર્ષ, TV9 ગુજરાતી, TV9 કન્નડાની સફળતા બાદ હવે TV9 બાંગ્લા લોન્ચ કરવા જઈ રહી છે. TV9 બાંગ્લા 14 જાન્યુઆરી 2021ના રોજ સવારે  6.58 વાગ્યે લોન્ચ થશે.

 

 

TV9 ટેલિવિઝન  ન્યૂજ  નેટવર્ક પોતાનો વિસ્તાર કરી રહ્યું છે

Tv9 Bangla આ નેટવર્કનો હિસ્સો છે, જે દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક છે. Tv9 Bangla લોન્ચિંગ સાથે અમે તમને એક વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમે રાજ્યની 10 કરોડ જનતાનો અવાજ બનીશું. Tv9 Bangla પાસે ન્યૂઝ ઈન્ડસ્ટ્રીના સૌથી અનુભવી અને સંવેદનશીલ પત્રકારોની ટીમ છે. અમારી પાસે સૌથી હાઈ-ટેક સ્ટુડિયો છે. પશ્ચિમ બંગાળના 23 જિલ્લામાં અમારા રિપોર્ટર સમાચારોને સીધા પ્રસારિત કરવા હંમેશા તૈયાર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati