દિલ્હી મેટ્રો વિશ્વનું ચોથું સૌથી મોટું ડ્રાઇવર વિનાનું નેટવર્ક બનશે, ડ્રાઈવરલેસ મેટ્રોથી જાણો કયા 7 મોટા ફાયદા થશે
દિલ્હીમાં લગભગ 59 કિલોમીટર (58.59 કિલોમીટર) લાંબી પિંક લાઇન પર વિડિયો કોન્ફરન્સથી ડ્રાઇવર રહિત મેટ્રોનું સંચાલન શરૂ કરાવવામાં આવ્યુ છે. મજેન્ટા લાઇન પર પહેલા જ ડ્રાઇવર રહીત મેટ્રો ચાલી રહી છે.
દિલ્હી મેટ્રો(Delhi Metro)ની પિંક લાઇન પર, શિવ વિહાર અને મજલિસ પાર્ક વચ્ચે ડ્રાઇવર વિનાની મેટ્રો ટ્રેન દોડતી થઇ છે. આ દિલ્હી મેટ્રોની બીજી લાઇન છે, જેના પર ડ્રાઇવર વિનાની મેટ્રો(Driverless metro)નું સંચાલન શરૂ થઈ ગયું છે. આ રૂટ પર મેટ્રો લગભગ 60 કિમીની લાઇન પર દોડી રહી છે.
ચોથા તબક્કામાં પિંક અને મેજેન્ટા લાઇનના વિસ્તરણ અને એરોસિટી-તુગલકાબાદ (Silver line) કોરિડોરની પૂર્ણાહુતિ સાથે, ડ્રાઇવર વિનાની મેટ્રો(Driverless metro) સેવા દિલ્હીમાં 160 કિમી નેટવર્ક પર ઉપલબ્ધ થશે. દિલ્હી મેટ્રો ત્યારબાદ વિશ્વનું ચોથું સૌથી મોટું ડ્રાઇવર વિનાનું મેટ્રો નેટવર્ક બની જશે.
વિશ્વના પાંચ સૌથી મોટા ડ્રાઈવર વિનાના મેટ્રો નેટવર્ક
સિંગાપોર – 199 કિમી
શાંઘાઈ – 101.8 કિમી
કુઆલાલમ્પુર – 97.4 કિમી
દિલ્હી મેટ્રો – 96.8 કિમી
દુબઈ મેટ્રો – 89.6 કિમી
નોંધનીય છે કે કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી અને દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે ગુરુવારે લગભગ 59 કિમી (58.59 કિમી) લાંબી પિંક લાઇન પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રાઇવર વિનાની મેટ્રોનું સંચાલન શરૂ કર્યું હતું. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દિલ્હી મેટ્રો હવે ડ્રાઈવર વિનાના મેટ્રો નેટવર્કના મામલે વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
તેણે કહ્યું કે મલેશિયાની કુઆલાલમ્પુર મેટ્રો ત્રીજા સ્થાને છે. માત્ર 97 કિમીના નેટવર્ક પર ડ્રાઇવર વિનાની મેટ્રો કાર્યરત છે. જ્યારે દિલ્હીમાં હવે ડ્રાઇવર વિનાની મેટ્રોએ 96.8 કિમી (લગભગ 97 કિમી) નેટવર્ક પર સ્પીડ ભરવાનું શરૂ કર્યું છે. તેથી, દિલ્હી મેટ્રો અને કુઆલાલંપુરના ડ્રાઇવર વિનાના મેટ્રો નેટવર્ક વચ્ચેનો તફાવત માત્ર અડધા કિલોમીટરનો છે.
28 ડિસેમ્બર 2020માં વડાપ્રધાને કરાવી હતી શરુઆત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી વચ્ચે ગયા વર્ષે 28 ડિસેમ્બરે મેજેન્ટા લાઇન પર બોટનિકલ ગાર્ડનથી જનકપુરી વેસ્ટ સુધી ડ્રાઇવર વિનાની મેટ્રોનું સંચાલન શરૂ કર્યું હતું. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને 11 મહિનાની અંદર પિંક લાઇન પર ડ્રાઇવર વિનાની મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં મોટી સફળતા મળી છે.
ડ્રાઇવર વિનાની મેટ્રો કામગીરીના ફાયદા
1. જ્યારે જરૂર પડે ત્યારે આ ટેક્નોલોજી મેટ્રોની ફ્રીક્વન્સી વધારવામાં મદદરૂપ થાય છે. 2. દોઢ મિનિટના અંતરમાં મેટ્રો મળી શકશે. 3. માનવીય ભૂલોને કારણે કામગીરી પ્રભાવિત થવાની કોઈ ઘટના નહીં બને. 4. આ ટેક્નોલોજી કામગીરીમાં વધુ સુરક્ષિત છે. 5. સવારે ઓપરેશન માટે મેટ્રો ટ્રેનને ટ્રેક પર લાવતા પહેલા મેન્યુઅલ ચેકિંગની જરૂર નથી. 6. કામગીરી બાદ મેટ્રો ટ્રેન ડેપોમાં સ્ટેબિલાઈઝિંગ લાઇન પર પાર્કિંગ પણ ઓટોમેટિક થઈ જશે. 7. ટ્રાફિક માટે મેટ્રોનો ઉપયોગ કરીને તમે પાંચ ટકા ઈંધણ બચાવી શકો છો.
આ પણ વાંચોઃ રાજકુમાર રાવ અને પત્રલેખાએ મિત્રોને મોકલ્યા ‘લગ્નના લાડુ’, લખી આ ખાસ નોટ
આ પણ વાંચોઃ Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ