Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યુ છે, તેમજ ભૂતપૂર્વ કમિશનરને થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવા આદેશ કર્યો છે.

Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ
Parambir Singh (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:41 PM

Parambir Singh Case: થાણેની એક કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કર્યું છે. પરમબીર સિંહ હાજર થતા તેમની સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ (Non-bailable warrant) કરવામાં આવ્યું છે. કોર્ટે વોરંટ રદ કરતાં પરમબીર સિંહને કોર્ટે થાણે પોલીસને (Thane Police) તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને 15,000 રૂપિયાના અંગત બોન્ડ ભરવા માટે પણ કહ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કોર્ટે પરમબીર સિંહને અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

તમને જણાવી દઈએ કે કોર્ટે પરમબીર સિંહને પર્સનલ બોન્ડ ફાઈલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. બિનજામીનપાત્ર વોરંટ રદ થયા બાદ પરમબીર થાણે નગર પોલીસ સ્ટેશન (Thane Police Station) જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ કમિશનરે નીચલી અદાલતમાં તેમની સામેના બિન જામીનપાત્ર વોરંટને રદ કરવા અને તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવા માગણી કરી હતી.

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કરી દીધું છે. તેમજ ભૂતપૂર્વ કમિશનરે થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવાના રહેશે. પરમબીર સિંહ લાંબા સમયથી ગુમ હતા, જેથી કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા હતા.

ખંડણી કેસમાં ફસાયા મુંબઈના પૂર્વ કમિશનર

લાંબા સમય બાદ બુધવારે પોતાનું મૌન તોડતા મુંબઈના પૂર્વ કમિશનરે કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે. ઉપરાંત તેણે ટૂંક સમયમાં તેની સામેના કેસોની તપાસમાં પણ સામેલ થવા જણાવ્યુ હતુ. જે બાદ તેઓ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં પરમબીર સિંહ ખંડણીના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો : 26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા

આ પણ વાંચો : Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

g clip-path="url(#clip0_868_265)">