15.4.2025

Plant in pot : ઘરે ઉગાડો અજમાનો છોડ, અનેક રોગો સામે આપશે રક્ષણ

Image -  Soical media 

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ઘરે છોડ ઉગાડવાનું કરે છે.

તમે ઘરે અજમાનો છોડ સરળતાથી ઉગાડી શકો છો.

અજમાનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.

તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

અજમાનો છોડ બીજ અને પ્લાન્ટીંગ દ્વારા પણ ઉગાડી શકાય છે. હવે ઉચ્ચ ગુણવત્તાના અજમાના બીજ 2-3 ઈંચ ઉંડા મુકી માટીથી ઢાંકી દો. 

આ છોડ રોપ્યા પછી તેમાં થોડું પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે અજમાના છોડમાં વધારે પાણી ન નાખો.

અજમાના છોડને ઓછામાં ઓછા 2 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.

આ છોડ 4 થી 5 મહિનામાં તૈયાર થઈ જશે. તેમાં બીજ પણ ઉગવા લાગશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.