5 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે આપેલો એ ઐતિહાસિક ચુકાદો અને એ બાદ કેટલુ બદલાયુ અયોધ્યા ! ચુકાદાથી લઈ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સુધીનો જાણો સમગ્ર ઘટનાક્રમ

રામમંદિર મુદ્દોએ હંમેશા દેશની રાજનીતિને પ્રભાવિત કરતો રહ્યો અને વર્ષોથી ભાજપનો ચૂંટણી મુદ્દો રહ્યો. પરંતુ જેવી 2019માં કેન્દ્રમાં બીજી વાર મોદી સરકાર સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી કે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની સુનાવણીમાં પણ તેજી આવી.

5 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે આપેલો એ ઐતિહાસિક ચુકાદો અને એ બાદ કેટલુ બદલાયુ અયોધ્યા ! ચુકાદાથી લઈ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સુધીનો જાણો સમગ્ર ઘટનાક્રમ
Follow Us:
| Updated on: Jan 19, 2024 | 3:00 PM

આજે અયોધ્યામાં રામલલાના આગમનની તૈયારીઓ શરી કરી દેવાઈ છે. આજે અયોધ્યાની ગલીએ ગલીમાં અલગ જ રોનક જોવા મળી રહી છે. અયોધ્યાના તમામ માર્ગોને શણગારવામાં આવ્યા છે. અયોધ્યાનું રેલવે સ્ટેશન પણ પ્રભુ શ્રી રામના રંગમાં રંગાઈ ગયુ છે. ઍરપોર્ટ પર પણ ભગવાનની આભા ઝલક્તી જોવા મળી રહી છે. અયોધ્યા નગરીમાં દરેક વ્યક્તિના ચહેરા પર અલગ જ રોનક અને આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોય પણ કેમ નહીં તેમના પ્રભુ શ્રી રામ સાડા પાંચસો વર્ષના અંતરાલ બાદ અયોધ્યામાં તેમના મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે.

આ એજ અયોધ્યા છે જ્યાં એક સમયે પ્રભુ શ્રી રામનું નામ લેવુ પણ ગુનો ગણાઈ જતો હતો. કારસેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. ત્યારે દેશવાસીઓ 9 નવેમ્બર 2019ના એ ઐતિહાસિક દિવસને કેમ ભૂલી શકે જેમણે અયોધ્યાની ધરતીને ફરી આબાદ કરી દીધી. ત્યારબાદ 5 ઓગષ્ટ 2020નો એ દિવસ આવ્યો જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની પાબંદીઓ વચ્ચે રામ મંદિર નિર્માણનો પાયો નાખ્યો અને ભૂમિપૂજન કર્યુ. અને હવે 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.

5 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે આપ્યો આપ્યો ઐતિહાસિક ચુકાદો

5 નવેમ્બર 2019નો દિવસ આવ્યો જ્યારે દેશના લોકતંત્રએ એટલી શક્તિઓ જમા કરી લીધી હતી કે તે ઈતિહાસ લખવા માટે તૈયાર હતા. અયોધ્યાનો ફાઈનલ ચુકાદો આવ્યો. ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ 2.77 એકર વિવાદીત જમીન પર હિંદુઓનો હક્ક છે. કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો. આ આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

પીએમઓના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામ નિર્માણ કમિટીની રચના

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી. મહંત નૃત્ય ગોપાલ દાસને આ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વિશ્વ હિંદુ પરિષદમાંથી ચંપત રાયને મહાસચિવ બનાવવામાં આવ્યા. ટ્રસ્ટમાં 15 સભ્યો છે. ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ માટે પીએમ મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ કમિટીની રચના કરવામાં આવી. રામ મંદિર નિર્માણ કમિટીએ નક્કી કરાયેલી સમય મર્યાદામાં મંદિર નિર્માણની કામગીરી પૂરી કરાવવામાં મદદ કરી. 22 જાન્યુઆરી 2024એ પ્રભુ શ્રી રામલલાની મૂર્તિને ભવ્ય મંદિરમાં વિરાજમાન કરવામાં આવશે. હાલ અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અનુષ્ઠાન ચાલી રહ્યા છે.

134 વર્ષ સુધી ચાલેલી મંદિર નિર્માણ માટેની લડાઈનો 9 નવેમ્બર 2019ના સુપ્રીમના ચુકાદા સાથે અંત

અયોધ્યા રામ મંદિર વિવાદ પર મીરાબાકીએ મસ્જિદ બનાવ્યા બાદ 330 વર્ષ બાદ 1858માં પરિસરમાં હવન, પૂજન કરવા અંગે એક FIR થઈ. તો 1885માં પહેલીવાર કેસ અદાલતમાં પહોંચ્યો. 134 વર્ષ વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈમાં 9 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે પુરી થઈ. એ દિવસે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિની સંપૂર્ણ જમીન જે વિવાદી જગ્યા ગણાતી તે રામલલા ટ્રસ્ટને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો અને સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા અન્ય જગ્યા પર પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ કરવામા આવ્યો.

 મધ્યસ્થતા નિષ્ફળ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે ડે ટુ ડે સુનાવણીનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ. 22 જાન્યુઆરી એ મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. આ દિવસે ભગવાન રામલલા તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. રામમંદિર મુદ્દોએ હંમેશા દેશની રાજનીતિને પ્રભાવિત કરતો રહ્યો અને વર્ષોથી ભાજપનો ચૂંટણી મુદ્દો રહ્યો. પરંતુ જેવી 2019માં કેન્દ્રમાં બીજી વાર મોદી સરકાર સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી કે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની સુનાવણીમાં પણ તેજી આવી.

આ પણ વાંચો: ગુજરાત રંગાયુ શ્રીરામના રંગમાં, અનેક શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શરૂ થઈ વિશેષ તૈયારીઓ અને ઉજવણી- વીડિયો

રામ મંદિર વિવાદી જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયા બાદનો સમગ્ર ઘટનાક્રમ

  1. 09 મે 2011 થી રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ સુનાવણી
  2. 9 મે 2011એ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના રામમંદિર જન્મભૂમિને ત્રણ હિસ્સામાં વહોંચવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. 27 જાન્યુઆરી 2018માં તત્લાકિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યોની ખંડપીઠે તેમના નિર્ણયમાં જણાવ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામ ધર્મનુ અભિન્ન અંગ છે સાથે જ પીઠે આ કેસને પાંચ જજોની પીઠ પાસે નવેસરથી સુનાવણી માટે મોકલવાનો મનાઈ ફરમાવી દીધી હતી.
  3. ત્યારબાદ 29 ઓક્ટોબર 218 એ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરતા જણાવ્યુ હતુ કે આ કેસની સુનાવણી માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય ની રચના થશે. જે તેની સુનાવણીનો કાર્યક્રમ નક્કી કરશે. એ બાદ જાન્યુઆરી 2019માં અયોધ્યા કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય પીઠ નક્કી કરવામાં આવી. આ પીઠમાં ડી.વાય ચંદ્રચુડ, જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એનવી રમન્નાને સામેલ કરવામાં આવ્યા હતા.
  4. 10 જાન્યુઆરી 2019એ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા સવાલ ઉઠાવતા જસ્ટિસ યુયુ લલિત જાતે આ કેસની સુનાવણીમાંથી હટી ગયા હતા. રાજીવ ધવને સવાલ ઉઠાવ્યો હતો કે 1994માં આ કેસમાં જસ્ટિસ યુયુ લલિતે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની કોર્ટમાં પેરવી કરી હતી.
  5. 27 જાન્યુઆરી 2019એ જસ્ટિસ બોબડેએ છુટ્ટીઓ પર હોવાને કારણે 29 જાન્યુઆરી 2019એ પ્રસ્તાવિત સુનાવણી. સુપ્રીમ કોર્ટે 26 ફેબ્રુઆરી 2019એ નવી તીથિ નિર્ધારિત કરી. 26 ફેબ્રુઆરી 2019એ સુપ્રીમ કોર્ટે કેસની મધ્યસ્થતા દ્વારા વિવાદ ઉકેલવાની સલાહ આપી. કોર્ટે કહ્યુ હતુ કે જો એક ટકા પણ શક્યતા હોય તો મધ્યસ્થતા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મધ્યસ્થતા દ્વારા વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર થયા.
  6. 6 માર્ચ 2019એ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર મુસ્લિમ પક્ષ મધ્યસ્થતા માટે તૈયાર થયો. પરંતુ હિંદુ મહાસભા અને રામલલા પક્ષે એવુ કહીને અસહમતી વ્યક્ત દર્શાવી હતી કે જનતા મધ્યસ્થીના નિર્ણયને નહીં સ્વીકારે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા મુદ્દે ચુકાદો અનામત રાખ્યો.
  7. 8 માર્ચ 2019 સુપ્રીમ કોર્ટે શ્રી શ્રી રવિશંકર, શ્રીરામ પંચુ અને જસ્ટિસ એફએમ ખલીફુલ્લાને અયોધ્યામાં મધ્યસ્થતા કરવાની મંજૂરી આપી.
  8. 1 ઓગષ્ટ 2019 મધ્યસ્થતા પેનલ રિપોર્ટ પ્રસ્તુત કર્યો
  9. 2 ઓગષ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસ નો ઉકેલ શક્ય નથી. સાથે જ કોર્ટે 6 ઓગષ્ટથી કોર્ટમાં દરરોજ સુનાવણીનો આદેશ આપ્યો.
  10. 6 ઓગષ્ટ 2019 અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે દરરોજ સુનાવણી શરૂ કરી.
  11. 15 ઓક્ટોબર 2019 સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસની સુનાવણી 16 ઓક્ટોબરક 2019 સુધીાં પુરી કરવાની સમય મર્યાદા નક્કી કરી
  12. 9 નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા રામજન્મભૂમિની 2.77 એકર જમીન હિંદુ પક્ષને આપવાનો નિર્ણય સંભળાવ્યો. સાથે જ તેનો માલિકાના હક્ક કેન્દ્ર સરકાર હસ્તક રહેશે. આ ઉપરાંત યુપી સરકારને આદેશ આપ્યો કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન કોઈ અન્ય સ્થાને પર આપવામાં આવે.
  13. 5 ઓગષ્ટ 2020 આ એ તારીખ છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામ નગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનમાં ભાગ લીધો
  14. 22 જાન્યુઆરી 2024 એ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">