Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેબ ડ્રાઈવરના ખાતામાં આવ્યા 9000 કરોડ, બેંકના CEOએ આપવું પડ્યું રાજીનામું

તમિલનાડુમાં એક કેબ ડ્રાઈવરના ખાતામાં અચાનક 9000 કરોડ રૂપિયા આવી ગયા. જ્યારે મોબાઈલ પર મેસેજ આવ્યો ત્યારે કેબ ડ્રાઈવરને લાગ્યું કે આ છેતરપિંડી છે. તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકની ભૂલને કારણે કેબ ડ્રાઈવરના બેંક ખાતામાં 9000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. કેબ ડ્રાઈવરે તેમાંથી 21,000 રૂપિયા પણ ઉપાડી લીધા, પરંતુ આ દરમિયાન બેંકે તેના પૈસા પાછા લઈ લીધા.

કેબ ડ્રાઈવરના ખાતામાં આવ્યા 9000 કરોડ, બેંકના CEOએ આપવું પડ્યું રાજીનામું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 8:38 AM

તમિલનાડુમાં એક કેબ ડ્રાઈવરના ખાતામાં અચાનક 9000 કરોડ રૂપિયા આવી ગયા. જ્યારે મોબાઈલ પર મેસેજ આવ્યો ત્યારે કેબ ડ્રાઈવરને લાગ્યું કે આ છેતરપિંડી છે, જો કે, તેણે ચેક કરવા માટે તેના એકાઉન્ટમાંથી 21,000 રૂપિયા તેના મિત્રને ટ્રાન્સફર કર્યા.

આ પણ વાંચો: Festival Season માં કાર ખરીદવા વિચારી રહ્યા છો? દેશની સૌથી મોટી સરકારી બેંક આ વિશેષ લાભ આપશે

જ્યારે આ ટ્રાન્ઝેક્શન થયું ત્યારે કેબ ડ્રાઈવર આનંદથી ઉછળી પડ્યો. પરંતુ બીજી જ ક્ષણે તેની ખુશી ઓસરી ગઈ. બેંકે 9000 હજાર કરોડ રૂપિયાની આ રકમ પરત લીધી હતી. આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી, પરંતુ હવે આ મામલે બેંકના સીઈઓએ રાજીનામું આપી દીધું છે.

આજનું રાશિફળ તારીખ 01-03-2025
ક્રિકેટર રોહિત શર્માએ પોતાનું કરોડોની કિંમતનું ઘર આપ્યું ભાડે, જાણો કેટલી કમાણી થશે
Beautiful IPS : મોડલને ટક્કર આપે છે આ મહિલા IPS ઓફિસરની સુંદરતા, જુઓ તસવીર
પાકિસ્તાનમાં સૌથી વધુ લોકો કયા રોગથી મૃત્યુ પામે છે?
હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા છે ફેશન કવીન, જુઓ Photos
બાળકોની યાદશક્તિ વધારવા શું કરવું?

સપ્ટેમ્બર 2022માં જ આ બેંકમાં CEO તરીકે જોડાયા હતા

તેમણે રાજીનામાનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. મામલો તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકનો છે. બેંકના સીઈઓ એસ કૃષ્ણને પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે તેમની નોકરીનો બે તૃતિયાંશ ભાગ હજુ બાકી છે, પરંતુ કેટલાક અંગત કારણોસર તેઓ બેંકમાં સેવા આપી શકતા નથી. તેઓ સપ્ટેમ્બર 2022માં જ આ બેંકમાં CEO તરીકે જોડાયા હતા. બેંકના મેનેજિંગ બોર્ડે ગુરુવારે મળેલી તેની બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને RBIને જાણ કરી હતી.

કેબ ડ્રાઈવરે તેમાંથી 21,000 રૂપિયા ઉપાડી લીધા હતા

ઉપરાંત, એસ કૃષ્ણનને આરબીઆઈની માર્ગદર્શિકા ન આવે ત્યાં સુધી તેમના પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બેંકના સોફ્ટવેરમાં કેટલીક ટેકનિકલ ભૂલને કારણે એક કેબ ડ્રાઈવરના ખાતામાં 9000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. બેંકને ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધીમાં કેબ ડ્રાઈવરે તેમાંથી 21,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આવી સ્થિતિમાં બેંકે બાકીની રકમ પરત કરી દીધી છે.

બીજી તરફ, જ્યારે તેના ખાતામાં પૈસા આવ્યા, ત્યારે કેબ ડ્રાઇવરને લાગ્યું કે કોઈએ તેની સાથે મજાક કરી છે. ચેક કરવા માટે તેણે પહેલા તેના ખાતામાંથી 21000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે આ વ્યવહાર થયો ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. જ્યારે બેંકે તેના પૈસા પાછા લીધા અને કેબ ડ્રાઇવરને 21,000 રૂપિયાની રિકવરી નોટિસ સોંપી ત્યારે તે બાકીના પૈસા ખર્ચવાનું વિચારી રહ્યો હતો. આ કારણે તેની ખુશીઓ બરબાદ થઈ ગઈ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે શું લીલા કરી હતી, જાણો એક ક્લિકમાં
શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે શું લીલા કરી હતી, જાણો એક ક્લિકમાં
ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી
ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર
રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર
કામરેજ ટોલનાકા પરથી ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ
કામરેજ ટોલનાકા પરથી ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ
ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી
ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી
Amreli શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ
Amreli શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ
ઉમરગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
ઉમરગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવ્યો હતો દારુ
દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવ્યો હતો દારુ
આ 4 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 4 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">