Narmada : દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવી લવાતો હતો દારુ, જુઓ Video
નર્મદા સાગબારમાં કારમાં દારુની હેરાફેરીના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે. કારની ટેલ લાઈટમાં ચોર ખાનું બનાવી દારુની બોટલોની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રના ખાપરથી કામરેજ લઈ જવાતો દારુનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર નર્મદા સાગબારમાં કારમાં દારુની હેરાફેરીના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે. કારની ટેલ લાઈટમાં ચોર ખાનું બનાવી દારુની બોટલોની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રના ખાપરથી કામરેજ લઈ જવાતો દારુનો જથ્થો ઝડપાયો છે.
પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાંથી વિદેશી દારુનો જથ્થો જપ્ત કરાયો હતો. 2 લાખ 66 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
અમદાવાદમાંથી ઝડપાઈ હતી દારુની હેરાફેરી
બીજી તરફ અમદાવાદમાંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. PCB ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે દારુના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનથી દારુનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો થયો હતો. 49.26 લાખથી વધુની કિંમતની 21 હજાર 168 દારૂની બોટલો કબજે કરાઈ હતી. તેમજ દારૂ, સાયકલના ટાયર, ટ્રક મળી કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ

સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
