Video: શહીદ થયા પછી પણ ફરજ બજાવનાર ભારતીય સૈનિકનું અહીં છે મંદિર, જ્યાં ચીનની સેના પણ નમાવે છે માથુ
બાબા હરભજન સિંહની શહાદતને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બાબા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ છે. જોકે હાલ બાબા હરભજન સિંહ સેનામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થઈ ગયા છે. આ દરમિયાન તેમને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું.

સિક્કિમના નાથુલા પાસ પર સ્થિત બાબા હરભજનનું મંદિર પોતાનામાં અનોખું છે. સૈનિકોની આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. બાબા હરભજન સિંહનું મંદિર સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 50 કિમી દૂર, નાથુલા પાસથી 9 કિમી નીચે આવેલું છે. આ મંદિર ભારતીય સૈનિકોની પ્રેરણા બાબા હરભજન સિંહને સમર્પિત છે. ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલ આ અનોખી જગ્યા બાબા હરભજનની ભારત પ્રત્યેની અતૂટ દેશભક્તિના પ્રતીક તરીકે પ્રખ્યાત છે.
માત્ર 22 વર્ષની ઉંમરે ગ્લેશિયર પરથી પડી જવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ બાદ પણ સેનાએ તેમને લગભગ 38 વર્ષ સુધી રિટાયર કર્યા ન હતા. તેઓ 38 વર્ષ બાદ વર્ષ 2006માં સેનામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઇઝરાયેલ-લેબનોન સરહદ પર તણાવ વધ્યો, બોમ્બ વિસ્ફોટ પાછળ હિઝબુલ્લાહનો હાથ હોવાની આશંકા
ભારતીય સેના અને લોકો પણ પૂજા કરે છે
આ મંદિર સિક્કિમની રાજધાની ગંગટોકમાં જેલેપ પાસ અને નાથુલા પાસની વચ્ચે 14 હજાર ફૂટની ઉંચાઈ પર બનેલું છે. દૂર-દૂરથી લોકો આ મંદિરના દર્શન કરવા આવે છે અને માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ ચીનની સેના પણ તેમના સન્માનમાં માથું નમાવે છે. તેમની દેશભક્તિ જોઈને લોકો તેમને બાબા હરભજન સિંહ કહીને બોલાવે છે. બાબા હરભજન સિંહની કહાની જાણ્યા પછી તમારું મન ચોક્કસપણે આ જગ્યાની મુલાકાત લેવાનું ઈચ્છશે.
કોણ હતા બાબા હરભજન સિંહ?
બાબા હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ, 1946ના રોજ પંજાબના સરદાના ગામમાં એક શીખ પરિવારમાં થયો હતો. ભાગલા પછી આ ગામ પાકિસ્તાનમાં જોડાઈ ગયું. બાબા હરભજન સિંહને 9 ફેબ્રુઆરી 1966ના રોજ ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટની 24મી બટાલિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે બાબા હરભજન સિંહ ભારતમાં ‘નાથુલા કે નાયક’ તરીકે ઓળખવામાં છે.
જાણકારોનું કહેવું છે કે નાથુલા પાસ તરફ ખચ્ચરનો કાફલો લઈ જતી વખતે નદીમાં લપસી જવાથી બાબાનું મૃત્યુ 1968માં થયું હતું. નદીના જોરદાર પ્રવાહમાં તેમનો મૃતદેહ 2 કિમી સુધી વહી ગયો હતો. આ કારણે 2 દિવસની શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બાબા હરભજન તેમના મૃત્યુ પછી એક સૈનિકના સ્વપ્નમાં દેખાયા અને તેમની સમાધિ સ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બાબા હરભજન સિંહની બહાદુરી અને માન આપતા, નાથુલા પાસ પર 1982 ની આસપાસ એક સમાધિ બનાવવામાં આવી હતી, જેને લોકો હવે બાબા હરભજન સિંહના મંદિર તરીકે ઓળખે છે.
બાબા હરભજન સિંહ વિશે આ વાતો પ્રસિદ્ધ છે
બાબા હરભજન સિંહની શહાદતને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બાબા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે બાબા હરભજન સિંહ મૃત્યુ પછી પણ ભારત-ચીન બોર્ડર પર તૈનાત હતા. મૃત્યુ બાદ પણ તેઓ ભારત માતાના બહાદુર પુત્ર તરીકેની પોતાની ફરજ નિભાવતા દેશની રક્ષા કરી રહ્યા હતા. કહેવાય છે કે બાબા હરભજન સિંહે પોતાના સાથી સૈનિકના સપનમાં આવી કહ્યુ અને તેને તેમના મૃતહેદનું સ્થાન જણાવ્યું. જ્યારે શોધ કરવામાં આવી તો ત્રણ દિવસ પછી ભારતીય સેનાને તે જ જગ્યાએથી તેમનો મૃતદેહ મળ્યો જે તેમણે તેમના સાથીના સપનામાં આવી કહ્યું હતું. એવું કહેવાય છે કે તેમણે સ્વપ્નમાં પણ એક સમાધિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારપછી તેમની સમાધિ જેલેપ પાસ અને નાથુલા પાસની વચ્ચે 14 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી હતી.
તમામ સુવિધાઓ પૂરી પાડે છે સેના
કહેવાય છે કે મૃત્યુ પછી પણ બાબા હરભજન સિંહ પોતાની ફરજ નિભાવતા રહ્યા હતા. સેનાને પણ બાબા હરભજનમાં એટલી બધી શ્રદ્ધા છે કે અન્ય સૈનિકોની જેમ તેમને પણ પગાર, બે મહિનાની રજા વગેરે તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. જો કે હવે બાબા હરભજન સિંહ નિવૃત્ત થઈ ગયા છે. બે મહિનાના વેકેશન દરમિયાન, તેમના ઘરે જવા માટે ટ્રેનમાં ટિકિટ બુક કરવામાં આવે આવતી અને સ્થાનિક લોકો તેમનો સામાન ઉપાડીને રેલવે સ્ટેશન પર મૂકી આપતા હતા. જ્યારે પણ નાથુલામાં ભારત અને ચીન વચ્ચે ફ્લેગ મીટિંગ થાય છે ત્યારે સેના બાબા હરભજન માટે અલગથી ખુરશી પણ ગોઠવે છે.
આ મંદિરની મુલાકાત લેતા પહેલા આ વાતો જાણી લો
મંદિરે જવા માટે તમારે પરમિટની જરૂર પડશે. કારણ કે બાબા હરભજન સિંહ મંદિર સંરક્ષિત વિસ્તારમાં છે. પરમિટ મેળવવા માટે, તમારે બે પાસપોર્ટ ફોટા અને ID પ્રૂફ આપવાની જરૂર પડશે. મંદિરની મુલાકાતમાં ત્સોમગો તળાવ અને નાથુલા પાસની મુલાકાતનો સમાવેશ થાય છે. મંદિરની મુલાકાત લેવાના એક દિવસ પહેલા પરમિટ પાસ લાગુ પડે છે. સિક્કિમની રાજધાની ગંગટોકથી બાબા મંદિર જવા માટે 3 કલાક લાગે છે. બાબા હરભજન મંદિર ઊંચા સ્થાન પર સ્થિત હોવાને કારણે પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તમે અહીં ઓક્સિજનની કમી અનુભવી શકો છો, તેથી આવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.