મેથીના દાણામાં વિટામિન A, C, B6, પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, કાર્બોહાઇડ્રેટ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે.
મેથીના દાણા
મેથીના દાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
પોષક તત્વો
ગર્ભવતી સ્ત્રીઓએ મેથીના દાણા ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં હોર્મોનલ ફેરફારો થઈ શકે છે. આના કારણે સમય પહેલા ડિલિવરી થવાનું જોખમ રહેલું છે.
ગર્ભવતી સ્ત્રીઓ
મેથીના દાણા બ્લડ સુગર ઘટાડે છે. જો તમારુ પહેલાથી જ સુગર લેવલ ઓછું છે અથવા તમે સુગરની કોઈ દવા લઈ રહ્યા છો તો તમારે તેનું સેવન ન કરવું જોઈએ.
લો બ્લડ સુગર
મેથીના દાણા બ્લડ પ્રેશર ઘટાડે છે જેનાથી લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જેઓ પહેલાથી જ બ્લડ પ્રેશર ઘટાડતી દવા લે છે તેમણે તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.
દવા
કેટલાક લોકોને મેથીથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ત્વચામાં ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જેમને મગફળી, ચણા કે સોયાબીનથી એલર્જી હોય તેમણે પણ તેનાથી દૂર રહેવું જોઈએ.
એલર્જી
મેથીના દાણાનું વધુ પડતું સેવન કરવાથી અપચો, ગેસ, પેટમાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. જે લોકો પહેલાથી જ પેટની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમણે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.