ગુરૂવારથી ગરમીમાં મળશે આંશિક રાહત, બુધવારે રાજકોટ ગરમીમાં ઘગધગ્યું
આજે બુધવારે ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ હતી. રાજકોટમાં જેટલુ તાપમાન આજે નોંધાવવું જોઈએ તેના કરતા 6.7 ડિગ્રી વધુ એટલે કે, 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે. દરિયાકાંઠાનો વિસ્તાર ધરાવતા પોરબંદર અને સુરતમાં પણ લોકોએ આજે આકરી ગરમીનો અનુભવ કર્યો છે.

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં અને પશ્ચિમ અફધાનિસ્તાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી ઉનાળાના પ્રારંભે જ અસહ્ય ગરમીમાં સપડાયું છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં આવતીકાલ ગુરૂવારથી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 2-4 ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. આજે બુધવારે ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ હતી. રાજકોટમાં જેટલુ તાપમાન આજે નોંધાવવું જોઈએ તેના કરતા 6.7 ડિગ્રી વધુ એટલે કે, 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉત્તર- ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાવાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત પવન ફુકાવાને કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં આજે 40.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે સામાન્ય કરતા 5.6 ડિગ્રી વધુ છે. ગુજરાતના અનેક શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4 થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. દરિયાકાંઠો ધરાવતા પોરબંદરમાં આજે 40.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે સામાન્ય કરતા 7.6 ડિગ્રી વધુ ગરમી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે બુધવારે નોંધાયેલ ગરમીના આંકડા પર કરીએ એક નજર. (ગરમીનું પ્રમાણ ડિગ્રીમાં)
- અમદાવાદ 40.7
- અમરેલી 41
- વડોદરા 40
- ભાવનગર 37.8
- ભુજ 40.2
- ડાંગ 40.9
- ડીસા 40.2
- ગાંધીનગર 40.6
- જામનગર 38.4
- નલિયા 39
- પોરબંદર 40.8
- રાજકોટ 42.1
- સુરત 38.5
- વેરાવળ 32
આજે અમદાવાદમાં જે ગરમી નોંધાઈ છે તે સમાન્ય તાપમાન કરતા 5.6 ડિગ્રી વધુ રહી છે. જ્યારે અમરેલીમાં 5.1 ડિગ્રી ગગરમી સામાન્ય કરતા વધુ નોંધાઈ છે. કચ્છના ભુજમાં પણ સામાન્ય કરતા 5.3 ડિગ્રી વધુ, જ્યારે બનાસકાંઠાના ડીસામાં સામાન્ય તાપમાન કરતા 5.6 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે. રાજ્યના હરિયાળા પાટનગર એવા ગાંધીનગરમાં પણ સામાન્ય કરતા 5.6 ડિગ્રી ગરમી વધુ નોંધાઈ છે. કચ્છના નલિયામાં 5.7 ડિગ્રી ગરમી સામાન્ય તાપમાન કરતા વધુ રહેવા પામી છે. દરિયાકાંઠાના પોરબંદરમાં સામાન્ય કરતા 7.6 ડિગ્રી વધુ ગરમી નોંધાઈ હતી.